સાબરકાંઠાના વિજયનગરમાં મેડિકલ બાયો વેસ્ટ ફેંકી દેવાયલો મળી આવતા લોકોમાં રોષ
- આરોગ્ય તંત્ર ઘોર નિંદ્રામાં
- જંગલમાંથી મેડિકલ બાયો વેસ્ટ મળી આવ્યો
- લોકોમાં ભારે રોષ છવાયો
સાબરકાંઠા: વિજયનગર તાલુકાના આદિવાસી અંતરિયાળ વિસ્તારના ગામડાઓમાં છેલ્લા ઘણા સમયથી ડીગ્રી વગરના ઊટવૈદ્યુ ડોકટરો હાટડીઓ ખોલી કમાઈ લેવાની લાયમાં અભણ અને ભોળી પ્રજાના આરોગ્ય સાથે છેડા કરી રહ્યા છે અને દર્દીઓમાં વપરાયેલો બાયોવેસ્ટ જાહેર રસ્તાઓની બાજુમાં કે જંગલ વિસ્તારમાં ફેકી દેવાનો સિલસિલો અકબંધ રહ્યો છે ત્યારે વિજયનગર તાલુકા આરોગ્ય અધિકારીની મિલીભગત હોય તેમ હાટડીઓ ખોલી પ્રેક્ટિસ કરી રહેલા તબીબીઓના લાયસન્સ તપાસવા માટેની ફુરસદ ન મળતી હોય તેમ લાગી રહ્યું છે.
હાલ કોરોના કેસ વધી રહ્યા છે ત્યાં જ વિજયનગર થી ગરાડા જાલેટી તરફ જતા રસ્તાની બાજુમાં જોડના જંગલમાં બાયો વેસ્ટ ફેંકી દેવાયેલો મળી આવ્યો છે. જે તાજેતરમાં દર્દીઓમાં વપરાયેલ બોટલ,નિડલ, નળી, દવાઓની ખાલી શીશીઓ તથા અન્ય વેસ્ટ કચરો ઠાલવી દેવાયો હતો આ જંગલમાં ચરવા આવતા પશુઓ માટે હાનિકારક છે ત્યારે હવે કોરોના કાળમાં મળી આવેલા બાયો વેસ્ટ અંગેની તપાસ આરોગ્ય તંત્ર કરશે કે કેમ ? તે માટે અનેક શંકા લોકોમાં જન્મી છે.
જો કે કોરોના કાળનો એક સમય એવો પણ હતો કે કેટલાક લોકોને જરૂરીયાત મુજબની પણ દવાઓ મળી રહી ન હતી અન તેના કારણે તેઓ ખુબ પરેશાન થયા હતા. આજે પણ કેટલાક સ્થળો એવા છે કે જ્યાં યોગ્ય માત્રામાં અને જરૂરીયાત મુજબની દવાઓ લેવા માટે લાંબા અંતરની મુસાફરી કરવી પડે છે.