Site icon Revoi.in

કાશ્મીરમાં શ્રમિકોની હત્યાથી બિહારમાં રોષઃ કાશ્મીરની જવાબદારી બિહારીઓને સોંપવાની માંગણી

Social Share

દિલ્હીઃ કાશ્મીરમાં એક પછી એક બિહારી શ્રમજીવીઓની હત્યાથી લોકોમાં શોકની સાથે ગુસ્સો ફેલાયો છે. દક્ષિણ કાશ્મીરના કુલગામમાં રવિવારે આતંકવાદીઓએ બિહારના બે યુવાનોની ગોળીમારીને હત્યા કરી હતી. છેલ્લા કેટલાક દિવસોથી અલગ-અલગ જગ્યાઓ ઉપર બુહારના ચાર નાગરિકોની હત્યા થઈ ચુકી છે. આ મુદ્દા ઉપર બિહારમાં રાજકારણ ગરમાયું છે. પૂર્વ મુખ્યમંત્રી જીતનરામ માંઝીએ કહ્યું કે, નરેન્દ્ર મોદીજી કાશ્મીરની જવાબદારીઓ અમારા બિહારી ઉપર છોડી દો, 15 દિવસમાં સુધારો ના થાય તો કહેજો.

હિન્દુસ્તાની અવામ મોર્ચાના વડા અને પૂર્વ મુખ્યમંત્રી જતીનરામ માંઝીએ સોમવારે એક ટ્વીટ કરીને કહ્યું હતું કે, કાશ્મીરમાં સતત બિહારીઓ ઉપર હુમલાના બનાવો બની રહ્યાં છે. જેનાથી મન વ્યથિત છે અને જો પરિસ્થિતિ ઉપર કાબુ મેળવવો હોય  તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને આગ્રહ છે કે કાશ્મીરને સુદારવાની જવાબદારી બિહારીઓ ઉપર છોડી દો 15 દિવસમાં સુધારી ના શકીએ તો કહેજો. તેમના ટ્વીટ ઉપલ અનેક યુઝર્સએ અભિપ્રાય આપ્યો છે. એક યુઝર્સે કહ્યું તે. તમે સાચુ બોલ્યાં, 10 દિવસમાં સુધારી દઈશું પીઓકે અને પાકિસ્તાનને.

જમ્મુ-કાશ્મીરમાં 24 કલાકમાં બિન સ્થાનિક શ્રમિકો ઉપર હુમલાના 3 બનાવો બન્યાં છે. સતત બનતી ઘટનાને પગલે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ચિંતા વ્યક્ત કરી છે. એટલું જ જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ સાથે ફોન ઉપર વાત કરી હતી. સીએમ નીતિશકુમારે કુલગામમાં થયેલા હુમલા અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમજ હુમલામાં મૃત્યુ પામેલા શ્રમજીવીઓના પરિવારને રૂ. બે-બે લાખની સહાય આપવાની જાહેરાત કરી છે.