અમદાવાદઃ રાજ્યમાં ફરી ચોમાસુ સક્રિય થયું છે. તેમજ રાજ્યના અનેક જિલ્લામાં હળવાથી ભારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 103.21 ટકા વરસાદ વરસ્યો છે. બીજી તરફ ચાલુ વર્ષે ગયા વર્ષની સરખામણીએ નવા પાણીની વધારે આવક થઈ છે. 101 ડેમોમાં 90 ટકાથી વધુ પાણી ઉપલબ્ધ થઇ જતા હાઇએલટ પર છે. રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં 95.55 ટકા પાણી છે.
રાજ્યમાં સૌથી વધારે વરસાદ કચ્છમાં વરસ્યો છે. કચ્છમાં લગભગ 157 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં 113, સૌરાષ્ટ્રમાં 91.15 ટકા અને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં પણ ચાલુ વર્ષે સારો એવો વરસાદ વરસ્યો છે.
જળાશયોની સ્થિતિ ઉપર નજર કરીએ તો કચ્છના 11 અને સૌરાષ્ટ્રના 37 સહિત 66 ડેમ છલકાયાં છે. સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં પાણીની સમસ્યા ઉભી થવાની શકયતાઓ નહીંવત છે. સૌરાષ્ટ્રના જળાશયોમાં 81.34 ટકા પાણીનો જળ ઉપલબ્ધ છે. રાજ્યમાં જળાશયોમાં હાલ 87.50 ટકા જળસંગ્રહ થયો છે.
રાજ્યમાં 206 પૈકી 101 ડેમ 90 ટકાથી વધારે ગયા છે. જેથી તેમને હાઈએલર્ટ ઉપર મુકવામાં આવ્યાં છે. જેમાં સૌરાષ્ટ્રના ઓઝત-2, સારણ, કાળુભાર, વંસલ, કાલીન્દ્રી, વેરી, લાલપરી, ઝાંઝરી, મધુવંતી, હિરણ-1, ન્યારી-2, રોજકી, ખોડીયાર, ધાતરવાડી, ભાદર-પી, ગઢકી, વેણુ, ભાદર વગેરેનો સમાવેશ થાય છે.
રાજ્યના 29 ડેમોમાં 80 થી 90 ટકા વચ્ચે જળજથ્થો ઉપલબ્ધ થતા એલર્ટ પર મુકવામાં આવ્યા છે. 9 ડેમોમાં 70 થી 80 ટકા વચ્ચે પાણી છે70 ડેમોમાંથી 70 ટકાથી વધુ પાણી છે.