Site icon Revoi.in

ગુજરાતમાં સારા વરસાદને કારણે 206 જળાશયોમાં 95 ટકાથી વધુ જળસંગ્રહ

Social Share

ગાંધીનગરઃ ચોમાસામાં સારા વરસાદના પરિણામે રાજ્યના 206 જળાશયોમાં 95 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જ્યારે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં 3,30,213  એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 99 ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે. આમ રાજ્યના કુલ 207 જળાશયોમાં 96.75  ટકા જળસંગ્રહ થયો છે, તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

આજે સવારે 8.00 કલાકના અહેવાલ મુજબ રાજ્યના 139  જળાશયો 100 ટકાથી વધુ ભરાયા છે. જ્યારે 46 જળાશયો 70થી 100 ટકા, 13 જળાશયો 50થી 70 ટકા, 04 જળાશયો 25થી 50 ટકા અને 04 જળાશયો 25 ટકાથી ઓછા ભરાયા છે. આ ઉપરાંત દક્ષિણ અને મધ્ય ગુજરાતના કુલ 30 જળાશયો 100 ટકા જેટલા, સૌરાષ્ટ્રના 141 જળાશયો 94.40  ટકા, કચ્છના 20 જળાશયો 82. 98 ટકા તથા ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 74.33  ટકા પાણીનો સંગ્રહ થયો છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે આ સમયે રાજ્યમાં 207 જળાશયોમાં 96.68  ટકા જ્યારે, આ વર્ષે ગઈ કાલની સ્થિતિએ રાજ્યમાં 96.82  ટકા જળસંગ્રહ નોંધાયો હતો.

આ ઉપરાંત રાજ્યના ઉકાઈ, ભાદર-2, કડાણા, વણાકબોરી, ભાદર, ઓઝત-વિઅર (વંથલી)   કરજણ, દમણગંગા, પાનમ, સસોઈ, રાણા ખીરસરા તેમજ ફોફલ-1, ઓઝત 2,  માછણનાળા, છાપરવાડી 2, આજી-3, અને વર્તુ-2 ડેમ 100 ટકા જેટલા ભરાયા છે. જ્યારે, ધરોઈ ડેમ 90.48  ટકા, વાડીમાં 89.67 ટકા, ઓઝત- વિઅરમાં 82.56  ટકા તેમજ આજી-4 ડેમમાં 71.79  ટકાનો જળસંગ્રહ નોંધાયો છે, તેમ જળ સંપત્તિ વિભાગની યાદીમાં વધુમાં જણાવ્યું છે.