ભરૂચ- અંકલેશ્વર વચ્ચે ઓવરહેડ કેબલ તૂટતાં રેલ વ્યવહાર થયો પ્રભાવિત, 20 ટ્રેનો રોકવી પડી
વડોદરાઃ અમદાવા-મુંબઈ વચ્ચે ટ્રેન વ્યવહારનો ટ્રાફિક સારા પ્રમાણમાં રહેતો હોય છે. તાજેતરમાં સિગ્નલમાં ક્ષતિ સર્જાતા રાજધાની સહિતની ટ્રેનોને અટકાવવાની ફરજ પડી હતી. ત્યારબાદ ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે સોમવારે રાત્રિના સમયે ઓવરહેડ કેબલ તુટી જતાં રેલ્વે વ્યવહાર પ્રભાવિત થયો હતો. મુંબઇ અને અમદાવાદ વચ્ચે દોડતી તેજસ એકસપ્રેસને ભરૂચ સ્ટેશન ખાતે થોભાવી દેવામાં આવી હતી. આ કામગીરી માટે એક કલાકથી વધુનો સમય લાગતા 20થી વધુ ટ્રેનોની અવરજવરને અસરપડી હતી .ભરૂચ અને અંકલેશ્વર રેલ્વે સ્ટેશન વચ્ચે ઓવરહેડ કેબલ તુટવાની વધુ એક ઘટના સામે આવી છે. દાદરથી અજમેર જતી એકસપ્રેસના ગાર્ડે અંકલેશ્વર અને ભરૂચ વચ્ચે કીમી 320- 19 ઓવરહેડ કેબલ તુટયો હોવાની જાણ કરી હતી.
સૂત્રોના જણાવ્યા મુજબ ભરૂચ અને અંકલેશ્વર વચ્ચે સોમવારે રાત્રિના સમયે ઓવરહેડ કેબલ તુટી જતાં રેલ્વે વ્યવહાર પ્રભાવિત થયો હતો. મુંબઇ અને અમદાવાદ વચ્ચે દોડતી તેજસ એકસપ્રેસને ભરૂચ સ્ટેશન ખાતે થોભાવી દેવામાં આવી હતી બનાવની જાણ થતાં રેલવેની ટીમો સ્થળ ઉપર પહોંચી હતી અને વાયરના રીપેરીંગની કામગીરી શરૂ કરી દીધી હતી. ઓવરહેડ વાયરના રીપેરીંગ માટે વડોદરાથી ખાસ મશીન મંગાવવામાં આવ્યું હતુ. રાત્રિના 8 કલાકે બનેલી ઘટના બાદ રીપેરીંગની કામગીરી એક કલાક સુધી ચાલી હતી. ભરૂચ અને વડોદરા વચ્ચેના સેકશનમાં ઓવરહેડ વાયરો તુટવાના બનાવો છાશવારે બની રહયાં છે. રીપેરીંગની કામગીરી ચાલી હતી ત્યાં સુધી 20 થી વધારે ટ્રેનોની અવરજવર અટકી હતી. તેજસ એકસપ્રેસને ભરૂચ તેમજ અન્ય ટ્રેનોને બીજા સ્ટેશન પર થોભાવવામાં આવી છે. વડોદરા અને મુંબઈ વચ્ચે રેલ ટ્રાફિક વધુ રહેતો હોવાથી કેબલ પર વધુ ધસારો રહે છે.