- શ્રીલંકામાં પેટ્રોલનો ભાવ વધ્યો
- રૂ.20 જેટલો ભાવ વધતા લોકો પરેશાન
- આર્થિક રીતે લોકો થશે હેરાન
કોચીન: ભારત પર વધારે આધારિત રહેતા શ્રીલંકામાં અચાનક રાતોરાત પેટ્રોલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર શ્રીલંકા ગંભીર આર્થિક સંકટનો સામનો કરી રહ્યું છે. સતત વધી રહેલી મોંઘવારી વચ્ચે હવે શ્રીલંકાના લોકો તેલની આગથી બળી ગયા છે ત્યારે શ્રીલંકાની જાહેર ક્ષેત્રની ઓઈલ કંપની અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની સ્થાનિક પેટાકંપનીએ દેશમાં વિદેશી મુદ્રા ભંડારના ગંભીર સંકટ વચ્ચે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે.
જાણકારી અનુસાર સીપીસીએ પેટ્રોલના ભાવમાં 20 રૂપિયા અને ડીઝલના ભાવમાં 10 રૂપિયાનો વધારો કર્યો છે. હવે ત્યાં પેટ્રોલ 177 રૂપિયા અને ડીઝલ 121 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે. શ્રીલંકા હાલમાં વિદેશી હૂંડિયામણની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યું છે.
આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો સરકાર સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તે ઈંધણની ખરીદી માટે લોન સહાય પર ભારત અને ઓમાન સાથે વાતચીત કરી રહી છે. રાજ્ય સંચાલિત સિલોન પેટ્રોલિયમ કોર્પોરેશન (CPC) એ સરકાર પાસે ભાવ વધારાની માંગ કરી હતી. જોકે, સરકારે તેમને ઓક્ટોબરથી ઈંધણના ભાવમાં વધારો કરવાની મંજૂરી આપી ન હતી.
ઉલ્લેખનીય છે કે શ્રીલંકાએ જ્યારથી ચીન સાથે સંબંધો બાંધવાનું શરૂ કર્યું છે ત્યારથી શ્રીલંકાની આર્થિક સ્થિત બગડી રહી છે. શ્રીલંકા પર હાલ સતત આર્થિક બોજ વધતો જાય છે જે રીતે પાકિસ્તાન પર વધી રહ્યો છે. જો કે ચીન ભારતને ચાર દિશામાંથી ઘેરવા માટે બાંગ્લાદેશ, શ્રીલંકા અને પાકિસ્તાનમાં ભારે રોકાણ કરી રહ્યું છે.