1. Home
  2. ગુજરાતી
  3. વધારે વજન ધરાવતા પુરુષોએ સ્લિમ અને ફીટ દેખાવા આવા કપડાં પસંદ કરવા જોઈએ
વધારે વજન ધરાવતા પુરુષોએ સ્લિમ અને ફીટ દેખાવા આવા કપડાં પસંદ કરવા જોઈએ

વધારે વજન ધરાવતા પુરુષોએ સ્લિમ અને ફીટ દેખાવા આવા કપડાં પસંદ કરવા જોઈએ

0
Social Share

શારીરિક ફિટનેશ અને સારા કપડાં આત્મવિશ્વાસ વધારે છે. જો તમારા પેટની આસપાસ થોડી ચરબી જમી ગઈ હોય તો કેટલીકવાર સારા કપડાં પણ આપના શરીરને સારા નથી લાગતા. પાતળા દેખાવવા માટે કસરત કરવી જોઈએ અને યોગ્ય ડાયટની મદદ લેવી જોઈએ, વધેલુ વજન આપના આરોગ્ય માટે નુકસાન કારક છે. પેટની ચરબીને ઘટાડવામાં સમય લાગે છે. જેથી અમે આપને તબાવી રહ્યાં છે ફેશનની કેટલીક ખાસ ટિપ્સ અને ટ્રીક્સ, જેની મદદથી આપ સામાન્યથી થોડા વધારે સ્લિમ અને પાતળા દેખાઈ શકો છે. આ ટીપ્સ ખાસ કરીને પુરુષો માટે છે.

• યોગ્ય સાઈઝના કપડાં પહેરો
કેટલાક લોકો એવુ માને છે કે, ખુલ્લા કપડા પહેરવાથી જાડાપણુ છુપાઈ જાય છે. પરંતુ આ સાચી વાત નથી. ખુલ્લા કપડામાં આપનું શરીર વધારે જાડુ દેખાય છે. જેથી આપે હંમેશા શરીર ઉપર ફીટ આવતા કપડાં પહેરવા જોઈએ. જો પેટ વધારે બહાર આવેલુ હોય તો શર્ટને ટક કરીને પહેરવો જોઈએ. એક વાત સમજવી ખુબ જરૂરી છે કે, ફીટ કપડાં પહેરવાનો મતલબ એવો નથી કે, વધારે પડતા ફીટ કપડાં પહેરી લેવા, જેથી શ્વાસ લેવામાં પણ તકલીફ પડે.

• ભડકાઉ પ્રિન્ટવાળા કપડા ન પહેરવા
આજકાલ પ્રિન્ટેડ કપડાંની ફેશન ચાલી રહી છે. એટલે અનેક લોકો ભડકાઉ પ્રિન્ટસવાળા કપડા પહેરીને જમાના પ્રમાણે ચાલવા માંગે છે. પરંતુ આપને ખ્યાલ છે કે, આપનું પેટ બહાર નીકળ્યું છે કે તમે જાડા દેખાવો છો. તો આપને ભડકાઉ પ્રિન્ટેડ કપડાં યોગ્ય નહીં લાગે. આપ વર્ટિકલ સ્ટ્રાઈપ્સ એટલે કે લાંબી લાઈનવાળા કપડા પહેરો જેથી આપ વધારે સ્લિમ દેખાશો અને આપની હાઈટ પણ વધારે લાગશે.

• વી-નેક વાળા ટી-શર્ટસ અને સ્વેટર પહેરો
રાઉન્ડ ગળાવાળી ટી-શર્ટ અને સ્વેટર પહેરવાથી આપ વધારે જાડા દેખાશો. એટલા માટે તમારે વધારે સ્લિમ દેખાવું હોય તો વી-ગળાવાળી ટી-શર્ટસ અને સ્વેટર પહેરવા જોઈએ. પેટ વધારે બહાર હોય તો ટી-શર્ટની જગ્યાએ શર્ટ પહેરવાનું પસંદ કરવું જોઈએ. ટી-શર્ટમાં આપનું પેટ વધારે દેખાશે. ટી-શર્ટ, શોર્ટ શર્ટ અને સ્વેટરની લંબાઈ આપના બેલ્ટથી થોડી નીચે સુધી હોવી જોઈએ. વધારે લાંબા કપડામાં પણ આપનું જાડાપણું દેખાઈ શકે છે.

• આવી રીતે પહેરવું જોઈએ પેન્ટ-ટ્રાઉઝર્સ
સ્લિમ દેખાવા માટે તમારે પેન્ટ, ટ્રાઉઝર અને જીન્સ કમરથી નીચે પહેરવું જોઈએ. તેને વધારે ઉપર અથવા નીચું પહેરવાથી આપનું જાડાપણું વધારે દેખાશે. ઓછી લંબાઈવાળા કપડાં પહેરવાનું ટાળવું જોઈએ. કપડાંનો રંગ પણ આપને સ્લિમ દેખાડવામાં મદદ કરે છે. જેમ કે, નેવી બ્લ્યુ, બ્લેક અને ગ્રે રંગની પેન્ટ અને ડાર્ક રંગના કપડામાં તમે વધારે સ્લિમ દેખાશો.

• ક્લાસિક ફેશન ઉપર ધ્યાન આપવું
મોટાભાગના લોકો નવા ફેશન અનુસાર કપડાં પસંદ કરતા હોય છે. પરંતુ તમારુ વજન વધારે છે તો તમારે કપડા સાથે વધારે પરીક્ષણ ન કરવું જોઈએ. તમારે ક્લાસિક કપડાં જેવા કે પેન્ટ શર્ટ, પેન્ટ-ટીશર્ટ, સૂટ જેવા કપડાં પહેરવા જોઈએ. જેમાં સ્લિમની સાથે સારા દેખાશો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code