Site icon Revoi.in

અસમમાં બાળવિવાહ સામેના અભિયાનને ધાર્મિક રંગ આપવાનો ઓવેસીનો પ્રયાસ

Social Share

નવી દિલ્હીઃ અસમમાં સીએમ હિમંતા બિસ્વા સરમાની સરકાર દ્વારા બાળવિવાહ અટકાવવા માટે અભ્યાન શરૂ કર્યું છે અને અનેક બાળવિવાહ અટકાવીને કસુરવારો સામે કાર્યવાહી કરવામાં આવી છે. બાળવિવાહ અટકાવવાની હિમંતા બિસ્વા સરકારની કાર્યવાહીનો કેટલાક રાજકીય નેતાઓને વિરોધ કરીને તેને મુસ્લિમ વિરોધી ગણાવી હતી.

હૈદરાબાદના સાંસદ અને એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આરોપ લગાવતા કહ્યું હતું કે, અસમની ભાજપ સરકાર મુસ્લિમોને ટાર્ગેટ કરી રહી છે. જો કે, સીએમ હિંમતાએ ઓવૈસીને વળતો જવાબ આપતા કહ્યું હતું કે, આ કાર્યવાહી પુરી રીતે નિષ્પક્ષ અને લોકશાહી અનુસાર કરવામાં આવી રહી છે અને ખાસ કોઈ સમુદાયને ટાર્ગેટ કરવામાં નથી આવી રહ્યો.

રાજકીય તજજ્ઞોએ જણાવ્યું હતું કે, બાળ વિવાહને લઈને સૌથી વધારે ધરપકડ અસમના બિસ્વનાથ જિલ્લામાં થઈ છે અને ચોંકાવનારી વાત એ છે કે, આ વિસ્તારમાં 80 ટકા વસ્તી હિન્દુ છે. આમ બાળવિવાહ અટકાવીને બાળકીઓના જીવન બચાવતી અસમ સરકારની આમે ખોટા આક્ષેપ કરવાને બદલે તમામ ધર્મ અને સમુદાયના લોકોએ બાળકીઓના જીવનધોરણ સુધારવા માટે સરકાર સાથે આવીને કામગીરી કરવી જોઈએ.

અસમના ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, બાળ વિવાહને લઈને 4074 કેસ નોંધવામાં આવ્યાં છે જેમાં 2500 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ અભિયાનનો ઈરાદો રાજ્યમાં બાળવિવાહને અટકાવવાનો છે, તેમજ આગામી બે વર્ષની અંદર રાજ્યમાં બાળવિવાહની પ્રથા ખતમ થઈ જશે. બાળવિવાહના કેસમાં પોલીસે 2500થી વધારે લોકોની ધરપકડ કરી છે. જેથી આરોપીઓના પરિવારજનોમાં રોષ ફેલાયો છે.