- સીએનજી કાર વાળા એ ખાસ કારની કાળજી લેવી
- ગરમીના કારણે સીએનજી કારમાં ઘણી સમસ્યા સર્જાય શકે છે
હાલ ગરમીની સિઝન ચાલી રહી છે, ખાસ કરીને આવી ભડતી ગરમીમાં કારમાં આગ લાગવાના કિસ્સાઓ બનતા હોય છે. આવી સ્થિતિમાં જો સીએનજી કાર ધરાવતા લોકો હોય તો તેમણે તેમની કારની વધુ કાળજી રાખવી પડતી હોય છે. જો તમે તમારી આ પ્રકારની કાર હોય અને તેની માવજત કરો છો.તો તમારી કારની સુરક્ષા વધી જશે,તો ચાલ જાણીએ સીએનજી કાર વાળાએ કઈ બાબતોનું રાખવું જોઈએ ધ્યાન.
1 – તમારી કારને વધુ પડતા તડકાથી દૂર રાખવી, બને ત્યાસુધી ઠંડકવાળી જગ્યાઓ પર કાર વધારે પાર્ક કરવી જોઈએ
2- લોંગ ડ્રાઈવ કરતા હોવ ત્યારે દર 3 કલાકે કારને ઓછામાં ઓછા 20 થી 25 મિનિટનો રેસ્ટ આપી દો,લોંગ ડ્રાઈવમાં રેસ્ટ આપવાથી ગાડી ઓછી ગરમ થશે.
3- કારમાં ગેસ પુરતો ન ભરાવવો બને ત્યા સુધી ટાકીમાં થોડી સ્પેસ રાખઈ મૂકવી જોઈએ, જેના કારણે સિલિન્ડર ફાટવાનું જોખમ ન રહે
4-તમારી કારમાં સમય રહેતા હાઇડ્રો ટેસ્ટિંગ કરાવતું રહેવું જોઈએ. આ સાથે જ સિલિન્ડરમાં કોઈ લીકેજ અથવા ડેન્ટ છે કે કેમ તે જાણવું જોઈએ.
5- દર અટવાડિયામાં એક વખત તમારીકારને ઠંડા પાણીથી બહારથી વોશ કરવાનું રાખો જેથી ગાડી તપેલી હશે તો તેને ઠંડક મળશે
6 – આ સાથે જ ક્યારેય પણ એક્સ્પાયર થયેલ સીએનજી કિટ સાથે કાર ન ચલાવો. તેને તરત જ બદલો અથવા તેનો ઉપયોગ કરવાનું બંધ કરો આવી સ્થિતિમાં તમારી કારને પેટ્રોલ પર ચલાવાનું વધુ હિતાવહ છે.