Site icon Revoi.in

ઓક્સફોર્ડની -એસ્ટ્રાજેનેકા વેક્સિનનો ડોઝ ગંભીર રીતે સંક્રમિત થયેલા લોકો પર વધુ અસરકાર -કંપનીનો દાવો

Social Share

દિલ્હી – ઓક્સફોર્ડ-એસ્ટ્રાજેનેકા કોવિડ -19 રેસીના યુનાઇટેડ સ્ટેટ્સ અને દક્ષિણ અમેરિકામાં ચાલતા પરીક્ષણોમાં એક ખાસ પરપિક્ષણ બહાર આવ્યું છે કે તે કોરોનાને રોકવા માટે 79 ટકા સફળ છે.

આ અભ્યાસમાં સામેલ કોઈ પણ વ્યક્તિમાં રોગ ગંભીર સ્થિતિમાં પહોંચ્યો ન હતો, ન તો કોઈને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી હતી. રસી બનાવતી બાયોટેક ફર્મે નવા પરીક્ષણના પરિણામોના આધારે સોમવારે દાવો કર્યા છે. આ રસી ભારતમાં સીરમ સંસ્થા દ્વારા બનાવવામાં આવી રહી છે.

આ નવા પરિક્ષણ અમેરિકા, ચીલી, પેરુ વગેરેમાં કરાયા હતા. 32 હજાર લોકો પર કરવામાં આવેલા પરીક્ષણ માટે ચાર અઠવાડિયામાં રસીના બે ડોઝ આપવામાં આવ્યા હતા. 21 હજાર 583 એ ઓછામાં ઓછી એક માત્રાની રસી લીધી હતી, જ્યારે કેટલાકને નકલી રસી આપવામાં આવી. તેના પરિણામ અંગે ફર્મએ દાવો કર્યો હતો કે આ રસી તમામ વય અને જાતિના લોકોમાં અસરકારક સાબિત થઈ છે.

ખાસ કરીને તે 65 વર્ષથી વધુ ઉંમરના લોકોમાં 80 ટકા અસરકારક હોવાનું જણાયું છે.ઓક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર એન્ડ્રૂ પોલાર્ડ, જેમણે તેની રચના કરી હતી, તેમણે કહ્યું કે નવી વસ્તી પર સફળ પરીક્ષણ મેળવવું એ એક સારા સમાચાર છે. આ રસીઓના ઉપયોગને પ્રોત્સાહન આપવામાં આવશે. અપેક્ષા છે કે આ કોવિડ -19 ને વિશ્વભરમાંથી થકમ કરવામાં મદદ કરશે.

સાહિન-