- 2020 નો ઓક્સફોર્ડ હિન્દી શબ્દ તરીકે ‘આત્મનિર્ભર ભારત’ ની પસંદગી
- ‘આત્મનિર્ભર ભારત’ એ અનેક ક્ષેત્રોના લોકોમાં પ્રાપ્ત કરી માન્યતા
- કોવિડ -19 ને રોકવા માટે શસ્ત્ર તરીકે જોવામાં આવ્યો શબ્દ
દિલ્લી: ઓક્સફોર્ડ ભાષાએ 2020 નો હિન્દી ભાષાના શબ્દ તરીકે ‘આત્મનિર્ભર ભારત’ જાહેર કર્યું છે. આ શબ્દ ભાષાના નિષ્ણાતો કૃતિકા અગ્રવાલ, પૂનમ નિગમ સહાય અને ઇમોગન ફોક્સેલની સલાહકાર પેનલ દ્વારા પસંદ કરવામાં આવ્યો છે.
અહીં ‘ઓક્સફર્ડ હિંદી શબ્દ’ એવા શબ્દનો સંદર્ભ આપે છે, જે પાછલા વર્ષના લોકાચાર, મનોદશા અથવા સ્થિતિને પ્રતિબિંબિત અને સાંસ્કૃતિક મહત્વના એક શબ્દના રૂપમાં લાંબા સમય સુધી બની રહેવાની સંભાવના રાખે છે. ઓક્સફોર્ડ ભાષાના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જયારે કોવિડ -19 ને રોકવા માટે પેકેજની જાહેરાત કરી હતી, તો તેમણે વૈશ્વિક મહામારીને રોકવા માટે દેશને એક અર્થવ્યવસ્થાના રૂપમાં, એક સમાજના રૂપમાં અને વ્યક્તિગત રૂપે આત્મનિર્ભર બનાવવા પર જોર આપવામાં આવ્યું હતું.
તેમણે કહ્યું કે, આ પછીથી જ ‘આત્મનિર્ભર ભારત’ શબ્દનો ઉપયોગ ભારતના સાર્વજનિક શબ્દભંડોળમાં એક વાક્ય અને ખ્યાલ તરીકે વધ્યો. ભારત દેશમાં કોવિડ -19 વેક્સીનનું ઉત્પાદન પણ તેનું એક મોટું ઉદાહરણ છે. પ્રજાસત્તાક દિન પર રાજપથ પર આત્મનિર્ભર ભારત અભિયાનની રૂપરેખા દર્શાવતી એક ઝાંખી પણ કાઢવામાં આવી હતી.
ઓક્સફર્ડ યુનિવર્સિટી પ્રેસ ઈન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર શિવરામકૃષ્ણન વેંકટેશ્વરને કહ્યું કે, ‘આત્મનિર્ભર ભારત’ એ અનેક ક્ષેત્રોના લોકોમાં માન્યતા પ્રાપ્ત કરી છે. કારણ કે તેને કોવિડ -19 દ્વારા અસરગ્રસ્ત અર્થતંત્રને હટાવવા માટે એક શસ્ત્ર તરીકે પણ જોવામાં આવ્યું છે. નોંધનીય છે કે, આ અગાઉ 2017 માં ‘આધાર’, 2018 માં ‘નારી શક્તિ’ અને 2019 માં ‘બંધારણ’ ને ઓક્સફર્ડ દ્વારા હિન્દી ભાષાના શબ્દ તરીકે પસંદગી કરવામાં આવી હતી.
આત્મનિર્ભર શબ્દનો અર્થ છે પોતાના પર રહેવાનો. આનો વ્યાપક અર્થ એ છે કે, જ્યારે કોઈ વ્યક્તિ પોતાની ક્ષમતા અને શક્તિઓ પર આધાર રાખીને પોતાની જાત પર આધાર રાખે છે, ત્યારે તેને આત્મનિર્ભર કહેવામાં આવે છે.
-દેવાંશી