Site icon Revoi.in

કોરોનાની લડાઈમાં ભારતની મદદે વિશ્વ,જર્મની અને કુવૈતથી આવ્યા ઓક્સિજન કંટેનર

Social Share

દિલ્લી: કોરોનાવાયરસ સામે ભારત હાલ જે રીતે લડી રહ્યું છે તેને જોતા લાગે છે કે ભારતની કોરોનાવાયરસ સામેની લડાઈ હવે વૈશ્વિક બની રહી છે. ભારતમાં વધતા કોરોનાવાયરસના કેસને લઈને વિશ્વના કેટલાક દેશો ભારતને હાલ મદદ કરી રહ્યા છે. ત્યારે કુવૈત અને જર્મની દ્વારા પણ ભારતને ઓક્સિજન કંટેનર મોકલવામાં આવ્યા છે.

ભારતીય વાયુસેનાનું વિમાન સી-17 જર્મનીના ફ્રેંકફર્ટથી ચાર ખાલી ક્રાયજેનિક ઓક્સિજન કંટેનર લઈને ભારત પહોંચ્યું છે. જર્મનીથી કંટેનર લઈને ઉડાન ભરેલુ વિમાન રાજધાનીની નજીક ગુપ્ત એરફોર્સ સ્ટેશન પર ઉતારવામાં આવ્યું. ભારતીય વાયુસેનાના પ્રમાણે સી-17 યુકેના બ્રિજ નોર્ટનથી 900 જેટલા ઓક્સિનજ સિલિંડર લઈને તમિલનાડુના ચેન્નાઈ સ્ટેશન પહોંચ્યા હતા.

કુવૈત સરકારે પણ ભારતને અત્યાર સુધી 60 ઓક્સિજન કંસંટ્રેટર્સ અને 282 ઓક્સિજન સિલિંડર તથા અન્ય મેડિકલ સારવાર પણ મોકલી છે. કોરોનાવાયરસની ભયંકર લહેરમાં ભારતને મદદ કરવામાં ફ્રાન્સ પણ પાછળ નથી, ફ્રાન્સની સરકાર દ્વારા પણ અનેક પ્રકારની મદદ ભારતને મોકલવામાં આવી છે. ભારતમાં કોરોનાવાયરસના કેસની રફ્તાર ભયજનક થઈ રહી છે.

જાણકારો દ્વારા એવુ પણ અનુમાન લગાવવામાં આવ્યું છે કે કોરોનાવાયરસના વધતા સંક્રમણ પાછળ લોકોની બેદરકારી વધારે જવાબદાર છે. જ્યાં સુધી કોરોનાવાયરસને લઈને લોકો દ્વારા સતર્કતા અને ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરવામાં નહી આવે ત્યાં સુધી કદાચ કોરોનાને મ્હાત આપવી દેશ માટે વધારે મુશ્કેલી ભર્યું બની શકે તેમ છે.