- આજે પ્રથમ ઓક્સિજન એક્સપ્રેસ દિલ્હી ખાતે આવશે
- 70 ટન ઓક્સિજન સોમવારે દિલ્દીને મળશે
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારીએ રફ્તાર પકડી છે ત્યારે દેશની રાજધાનીમાં દર્દીઓને મોટા પ્રમાણમાં ઓક્સિજનની જરુર છે ત્યારે આજે દિલ્હી ખાતે 70 ટચન ઓક્સિજન આવી પહોંચશે, આ સમગ્ર મામલે રેલ્વે બોર્ડના અધ્યક્ષ સુનીત શર્માએ જણાવ્યું હતું કે, કુલ 70 ટન ઓક્સિજનના ચાર ટેન્કરવાળી પ્રથમ ‘ઓક્સિજન એક્સપ્રેસ’ રવિવારે રાત્રે રાયગઢના જિંદાલ સ્ટીલ પ્લાન્ટથી ઉપડશે અને સોમવારે રાત્રે દિલ્હી આવી પહોંચશે.
તેમણે કહ્યું કે રેલ્વેએ આંગુલ, કલિંગનગર, રાઉરકેલા અને રાયગ ઢથી દિલ્હી અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં ઓક્સિજન પહોંચાડવાની યોજના બનાવી છે. શર્માએ કહ્યું કે, દિલ્હી સરકારને સલાહ આપવામાં આવી છે કે, ઓક્સિજન મેળવવા માટે રોડ ટેન્કર તૈયાર રાખે.આ ઓક્સિજન મળતા દિલ્હીના દર્દીઓ રાહતના શ્વાસ લેશે.
આ સમગ્ર બાબતને લઈને રેલ્વે બોર્ડના અધ્યક્ષે કહ્યું કે, “પ્રથમ ઓક્સિજન એક્સપ્રેસ ચાર ટેન્કરમાં 70 ટન ઓક્સિજન ભરીને આજે રાતે રાષ્ટ્રીય રાજધાની માટે રવાના થશે.” આ એક્સપ્રેસ રાયગઢમાં જિંદાલ સ્ટીલ વર્કમાંથી ઓક્સિજન લઈને સોમવારે રાત્રે દિલ્હી પહોંચશે.
ઉલ્લેખનીય છે કે, ઘણા વિસ્તારોમાં કોવિડ -19 ના કેસોમાં વધારાને કારણે ઓક્સિજનની વધતી માંગને પહોંચી વળવા રેલ્વેએ ઓક્સિજન એક્સપ્રેસ ચલાવવાનો નિર્ણય લીધો છે. શર્માએ જણાવ્યું હતું કે, “અમે અત્યાર સુધીમાં મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં 150 ટન ઓક્સિજન પહોંચાડ્યું છે.
દિલ્હી સરકારે રેલ્વેને પત્ર લખીને આ ઓક્સિજન 9 સ્થળોએ વિતરણ કરવા જણાવ્યું હતું જો કે રેલ્વે અધિકારીઓ દ્રારા નિરિક્ષણ કરતા માલુમ પડ્યું કે આ 9 માંથી માત્ર 7 જ સ્થળો એવા છે કે જ્યા ઓક્સિજન ઉતારી શકાશે, જેથી આજે 7 સ્થળોએ ઓક્સિજન ઉતારવામાં આવશે.
સાહિન-