Site icon Revoi.in

ઓક્સિજન લેવલ માટે હવે જરૂર નહીં પડે ઓક્સિમીટરની, મોબાઈલમાં જ થશે ચેક

Social Share

દિલ્હીઃ દેશમાં કોરોના મહામારીની બીજી લહેરમાં મોટી સંખ્યામાં પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. આ દરમિયાન દેશમાં ઓક્સિજનની અછત સામે આવી હતી. બીજી તરફ પીડિતોના ઓક્સિજન લેવલને માપવા માટે ઓક્સિમીટરની ડીમાન્ડ વધી હતી. જેથી તેના ભાવમાં પણ વધારો થયો છે. જો કે, હવે ઓક્સિજન લેવલ માપવા માટે ઓક્સિમીટરની જરૂર નહીં પડે. મોબાઈલ ઉપર જ ચેક કરી શકાશે. કોલકતાની હેલ્થ સ્ટાર્ટઅપે મોબાઈલ એપ ડેવલપ કરી છે કે જે ઓકિસમીટરની જગ્યાએ ઉપયોગ કરી શકાય છે. એટલું જ નહીં આ એપની મદદથી પલ્સ રેટ પણ ચેક કરી શકાશે.

પ્રાપ્ત માહિતી અનુસાર કોલકતાની હેલ્થ સ્ટાર્ટઅપે એક મોબાઈલ એપ ડેવલપ કરી છે કે જે ઓકિસમીટરની જગ્યાએ ઉપયોગ કરી શકાય છે.આ મોબાઈલ એપને કેરપ્લિકસ વાઈટલ કહેવાય છે જે યુઝરના બ્લડ ઓકિસજન લેવલ, પલ્સ અને રેસપ્રેશન રેટસને મોનિટ કરવાનું કામ કરે છે. આ મોબાઈલ એપનો પહેલો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા સ્માર્ટ ફોનના રીવર કેમેરા અને ફલેશ લાઈટ પર આંગળી રાખવાની હોય છે. કેટલીક સેકન્ડમાં જ ઓકિસજન સેચ્યુરેશન પલ્સ અને રેસીપીરેશન લેવલ ડિસ્પ્લે પર નજરે પડે છે.

કેરટિલકસ વાઈટલનાં કો ફાઉન્ડર મોનોસીઝ એનગુપ્તાએ જણાવ્યું હતું કે આ ટેકનોલોજી બનાવવાનો વિચાર દેશમાં હૃદયની બિમારીથી મોત બાદ આવ્યો હતો. આડીવાઈસીસની કિલનીકલ ટ્રાયલ 2021 માં શેઠ સુખલાલ કરનાની મેમોરીયલ હોસ્પીટલ કોલકતામાં 1200 લોકો પર કરાઈ હતી. ટેસ્ટીંગમાં જાણવા મળ્યુ હ્તુ કે કેરટિલકસ વાઈટલ હૃદયની ધડકનની જાણકારી 96 ટકા ખરી હતી જયારે ઓકિસજન એચ્યુરેશનની જાણકારી 98 ટકા સુધી ખરી હતી.