Site icon Revoi.in

‘ઓક્સિજન મેન’ – કોરોના મહામારીમાં લોકોની મદદ કરીને 800થી વધુ લોકોના જીવ બચાવનાર વ્યક્તિ વિશે જાણો

Social Share

દિલ્હીઃ-આજે વાત કરીએ  પટનાના એક એવા શખ્સની કે જેની ઉમર 50 વર્ષ છે, નામ છે તેનું ગૌરવ રાય….જેણે  કોરોનાકાળ દરમિયાન છેલ્લા 5 મહિનાથી  સતત કોઈ પણ પૈસા લીધા વિના લોકોને મફતમાં ઓક્સિજનની સેવા પુરી પાડી રહ્યા છે, મહત્વની વાત તો એ છે કે,હવે ગૌરવે ફક્ત પટનામાં જ નહીં પરંતુ  બિહારના 18 જિલ્લાઓમાં લોકોને ઓક્સિજન સિલિન્ડર પહોંચાડવાનું સેવા કાર્ય કરી રહ્યા છે તેમના આ કાર્યથી લોકો તેમને ‘ઓક્સિજન મેન’ તરીકે ઓળખતા થયા છે.

સમગ્ર વિશ્વ હાલમાં કોરોનાનામની મહામારી સામે સંઘર્ષ કરી લડત આપી રહ્યું છે. આવી સ્થિતિમાં લોકો મદદ માટે પણ આગળ આવી રહ્યા છે. બિહારના ગૌરવ રાયે પણ કોરોનાની સ્થિતિમાં લોકોની મદદ કરી હતી અને તેઓ આ કાર્ય માટે તારીફે કાબિલ બન્યા છે.

ગૌરવ રાય પોતે કોરોના ગ્રસ્ત થયા હતા ત્યારથી તેઓને આ બાબતે પ્રેરણા મળી

ગૌરવ રાયની ઓક્સિજન મેન બનવાની વાત વધુ જુની નથી. આ વર્ષના જુલાઇના મહિના ગૌરવ પણ કોરોના સંક્રનમિત થયા હતા. જ્યારે તેની હાલત નાજુક બની ત્યારે તેમને પટનાની પીએમસીએચ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેમને ઓક્સિજન સિલિન્ડરની જરૂર હતી. હોસ્પિટલમાં દાખલ ગૌરવ રાયને ઓક્સિજન સિલિન્ડર મેળવવા બાબતે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. થોડા દિવસોમાં, ગૌરવ કોરોના સામે સ્વસ્થ થયા પરંતુ તે જ સમયે ઓક્સિજન સિલિન્ડરનું મહત્વ ખરેખર શું તે તે વાત તેમના દિમાગમાં બંધબેસી ગઈ.

તેમણે એક વાતમાં જણાવ્યું હતું કે, હું 14 જુલાઈના રોજ કોરોનાગ્રસ્ત થયો, મારી પત્નીને મારા માટે ઓક્સિજન મેળવવા માટે ખુબ જ તકલીફ પડી,બસ તે જ સમયે મેં વિચાર્યું કે હું લોકોને ઓક્સિજન પુરુ પાડીશ.

પોતાની કારમાં એક ડઝન ઓક્સિજન બોટલ રાખીને ફરે છે

કોરોનામાંથી ઉગરેલા ગૌરવ રોય એ સાજા થયા બાદ વિચારી જ લીધુ હતું કે હવે લોકોનો તેઓ ઓક્સિજન પુરુ પાડશે, ત્યાર બાદ તેઓ દરરોજ પોતાની કારમાં એક ડઝન જેટલા ઓક્સિજનના બોટલ લઈને શહેરની નાની મોટી તમામ જગ્યાઓએ ફરતા હતા, અને ફરતા વખતે જ્યારે તેઓને કી જરુરતમંદ લાગે ત્યારે તેને આ ઓક્સિજ પુરપ પાડતા હતા, આ સાથે જ જ્યારે તેમને કોઈનો પણ ફોન આવે છે ત્યારે તેઓ તરત તેઓને ઓક્સિજ આપવા માટે પહોંચી જાય છે.

 પોતે 2 લાખનું રોકાણ કર્યું  -કોરોનાગ્રસ્ત લોકોને ઓક્સિજનની બોટલ પુરી પાડે છે

 ગોરવ રાય તેવા લોકોની ખાસ મદદે આવે છે કે જેઓ કોરોનાથી સંક્રમિત થાય છે અને પોતાના ધરે સારવાર હેઠળ હોય છે, તેમણે આ કામમાં 2 લાખ રુપિયાનું રોકાણ કર્યું છે, હવે તેમના આ સેવા ક્રયથી પ્રવાવિત થઈને અનેક ડોક્ટરો તેમજ હોસ્પિટલ તરફથી પણ તેઓને ઓક્સિજનના બોટલ આપવામાં આવે છે જેથી કરીને તેઓ વધુથી વધુ લોકોની મદગદ કરી શકે.

છેલ્લા 5 મહિનામાં 800 લોકોનેજીવનદાન આપ્યું

છેલ્લા 5 મહિનામાં 800થી વધુ લોકોના તેમણે જીવ બચાવ્યા છે,જો કે તેમણે આપલી મદદ છત્તા 14 લોકોએ કોરોના સામે હાર માની હતી, રાય પાસે  કુલ 251 ઓક્સિજન સિલિન્ડર છે, જેમાંથી 200 ઓક્સિજન સિલિન્ડરો, તેમના કામથી પ્રભાવિત, બિહાર ફાઉન્ડેશન દ્વારા તેમને દાન કરવામાં આવ્યા છે. રાયે બાકીની 51 ઓક્સિજન સિલિન્ડર તેમના પોતાના ખર્ચે  મિત્રોની મદદથી ખરીદી છે.

સાહિન-