Site icon Revoi.in

જૂનાગઢઃ કોરોનાની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી આરોગ્ય કેન્દ્રોમાં ઓક્સિઝન પ્લાન્ટ કાર્યરત

Social Share

અમદાવાદઃ જૂનાગઢ જિલ્લાનાં 9 સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે રૂા. ત્રણ કરોડ ઉપરાંતના ખર્ચે PSA ઓક્સિઝન પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યા છે. સંબંધિત વિસ્તારના ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ પ્લાન્ટ કાર્યરત કરાયા છે. કોરોનાની સંભવિત ત્રીજી લહેરના સામના માટે જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા સજ્જ થવા સાથે દરેક સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૩૦ ઓક્સિઝન બેડની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. દરેક બેડમાં પાઇપલાઇનથી ઓક્સિઝન મળશે.

ભેંસાણ, માળિયા, માંગરોળ, ચોરવાડ, માણાવદર, મેંદરડા, કેશોદ, બિલખા અને વિસાવદર સામૂહિક આરોગ્ય કેન્દ્રો ખાતે ઓક્સિઝન પ્લાન્ટનું નિર્માણ કામગીરી પૂર્ણ કરાઇ છે. PSA પ્લાન્ટ તથા ઓક્સિઝન બેડની વ્યવસ્થા થતા લોકોને સિવિલ હોસ્પિટલ જૂનાગઢના બદલે સ્થાનિક સ્તરે વધુ સારી આરોગ્ય વિષયક સેવાઓ ઉપલબ્ધ થશે.

જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખ દ્વારા માળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઇ PSA પ્લાન્ટ તથા ઓક્સિઝન પાઇપ લાઇન તેમજ બેડ સહિતની સુવિધાનું નિરીક્ષણ કર્યુ હતું. તેમણે અહીં આરોગ્ય કર્મીઓ સાથે બેઠક કરી કર્મચારીઓને રસીકરણ સહિતની બાબતો અંગે માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લા વિકાસ અધિકારએ છેલ્લા દોઢ વર્ષથી કોરોના સહિતની આરોગ્યલક્ષી શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મચારીઓને બિરદાવી માળિયા તાલુકાના 35 ગામમાં 100 ટકા અને ઓલ ઓવર રસીકરણની 80 ટકા કામગીરી સાથે માળિયાને તાલુકાને 100 ટકા રસીકરણમાં આવરી લેવા માર્ગદર્શન આપ્યુ હતુ.