Site icon Revoi.in

કોરોના પીડિતોને અપાયેલા ઓક્સિજનની ગુણવત્તા બ્લેક ફંગસ માટે જવાબદારઃ તબીબોનો મત

Social Share

દિલ્હીઃ ભારતમાં કોરોનાની સાથે બ્લેકફંગસના કેસ સામે આવી રહ્યા છે. ઘણા લોકો ઓછી રોગપ્રતિકારક શક્તિ તો કેટલાક લોકો સ્ટેરોઈડના ઉપયોગને આ બીમારી માટે જવાબદાર માને છે. જો કે, તબીબોના મળે કોરોનાની સારવાર માટે સમગ્ર દુનિયામાં સ્ટેરોઈડનો ઉપયોગ કરવામાં આવે છે. તેવા સમયે ભારતમાં જે રીતે બ્લેક ફંગસના કેસ સામે આવ્યાં છે તેવી રીતે અન્ય કોઈ દેશમાં જોવા નથી મળ્યાં. આના માટે વિવિધ કારણ દર્શાવવામાં આવે છે. હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને આપવામાં આવતા ઓક્સિજનની શુદ્ધતાને લઈને સવાલો થઈ રહ્યાં છે.

જાણીતા ન્યૂઝ પેપરના રિપોર્ટ અનુસાર કેજીએમયુ, લખનૌના પલ્મોનરી ક્રિટિકલ કેરના હેડ ડો. વેદ પ્રકાશએ જણાવ્યું હતું કે, એક સ્વસ્થ વ્યક્તિ છથી 10 લીટર ઓક્સિજન પ્રતિ મિનિટ લે છે. જ્યારે કોરોના દર્દીઓને હાઈ ફ્લો નેઝલ કૈનુલાથી પ્રતિ મિનિટ 60 લીટર ઓક્સિજન આપવાં આવે છે. જેથી નાકની પૈરાનેઝલ સાઈનસ અને મ્યુકોસા સુકાઈ જાય છે. તેમજ ઘાવ થાય છે. જેના ઉપર ફંગસ જમા થાય છે. જે મહામારી વચ્ચે નવી મુશ્કેલીઓ ઉભી કરી છે. કોરોના દર્દીઓને સ્ટેરોઈડની ટેપરિંગ ડોઝ નહીં આપવાથી ફંગસ હાવી થઈ જાય છે. હોમ આઈસોલેશનમાં દર્દીને લો ડોઝની સ્ટેરોઈડ આપવામાં આવે છે. દર્દીને હાલત ખરાબ થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. જ્યાં હાઈ ડોઝ આપવામાં આવે છે. આ કારણોસર શરીરમાં રોગપ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય છે. તેમજ ફંગસ હુમલો કરે છે.

મુંબઈની કોકિલાબેન હોસ્પિટલના ઈએનટી વિભાગના હેડ ડો. સંજીવ બધવારના જણાવ્યા અનુસાર ભારતમાં બ્લેક ફંગસના કેસ દુનિયાના અન્ય દેશની સરખામણીમાં વધારે છે. વિદેશમાં કોરોનાથી મરેલા લોકાના પીએમમાં બહાર આવ્યું કે, કોરોનાથી રક્ત સંચારને અસર થાય છે.  રક્તવાહીઓને અસર થતા કારણે નેક્રોસેસિસ થાય છે, જે તે જગ્યાએ કાળાપણું થાય છે. કોરોનાથી મૃત્યુ પામેલા લોકોના મૃતદેહમાં પણ ફંગસ દેખાયાં હતા. કોરોના સંક્રમણમાં બ્લડ ક્લોટથી રક્તવાહિનીઓને અસર થાય છે. જેની ઉપર ફંગસ હુમલો કરે છે. એટલે શક્ય છે કે, કેસ ઝડપથી વધી રહ્યાં છે.

બનાસર હિન્દુ વિશ્વવિદ્યાલયના ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સના ન્યુરોલોજી વિભાગના પ્રો. વિજયનાથ મિશ્રાના જણાવ્યા અનુસાર બેક્ટેરિયા શરીરમાંથી આયર્ન ખાય છે. ફૂગને ટકી રહેવા માટે ઝીંક સહિતના અન્ય સુક્ષ્મ પોષકતત્ત્વોની જરૂર છે. તેથી જ શરીર ઝીંક અને અન્ય પોષક તત્વોને છુપાવે છે, જેથી તે સરળતાથી ફંગસને ના મળે. કોરોના પીડિતોને ચારથી પાંચ દિવસ કે તેનાથી વધારે સમય રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઝીંકની દવા આપવામાં આવે છે. શક્ય છે કે, ઝીંક બ્લેક ફંગસને શરીરની અંદર થવાનું એક કારણ હોઈ શકે છે. જેથી દવાઓના ઉપયોગમાં સાવધાની અને યોગ્ય સલાહ જરૂરી છે.

કાનપુરની જીએસવીએમ મેડિકલ કોલેજના આંખ રોગ વિભાગના હેડ ડો. પરવેજ ખાનના જણાવ્યા અનુસાર કોરોનાની પહેલી લહેરમાં બ્લેક ફંગસ નાની બરાબર હતું. જો કે, ઓક્સિજનની પણ અછત ન હતી. બીજી લહેરમાં મેડિકલ ઓક્સિજનની અછત ઉભી થતા ઔદ્યોગિક એકમોમાં ઉપયોગમાં લેવાતા ઓક્સિજનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મેડિકલ ઓક્સિજનની શુદ્ધતા 99.5 ટકા હોય છે. જેથી ઓક્સિજનની શુદ્ધતા ઉપર સવાલ કરી શકાય છે. ભારતમાં 30થી 40 ટકા લોકોને ખબર નથી કે તેમને ડાયબિટીસ છે. આવા લોકોને સ્ટેરોઈડની ડોઝ આપવામાં આવી રહી છે. સુગર લેવલ વધવું પણ ફંગસનું એક કારણ હોઈ શકે છે. વોર્ડ, એચડીયુ, આઈસીયુ, વેન્ટિલેટર યુનિટની નિયમિત સફાઈ જરૂરી છે. ગંદકીથી પણ ફંગસ ફેલાવાની શકયતા છે. ઓક્સિજન માસ્કનો ખોટો ઉપયોગ પણ એક કારણ બ્લેક ફંગસનું હોઈ શકે છે. આરટીપીસીઆર સેમ્પલ લેવા માટે ઉપયોગમાં લેવાતી કોટન સ્ટિકની હાઈજીન પર પણ સવાલ થઈ શકે છે.

લખનૌની લોહિયા સંસ્થાનના ફિજીશિયન ડો. સંદીપ ચૌધરીએ જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં ફંગસનું પ્રમાણ જોવા મળે છે. ઓક્સિજન ડિલીવરી સિસ્ટમમાં ગંદકી, ઓક્સિજન પાઈપલાઈનમાં ગંદકી પણ એક કારણ હોઈ શકે છે. આ ઉપરાંત વેન્ટિલેટ અને આઈસીયુમાં દર્દીઓને લગાવવામાં આવેલી ટ્યુબની સમયસર સફાઈ અને બદલવામાં ન આવવાને કારણે પણ ફંગસનો ખતરો રહેલો છે.