Site icon Revoi.in

ઓક્સિજન રીફિલિંગ પ્લાન્ટ પર હવે 24 કલાક મ્યુનિ.કોર્પો.ના કર્મચારીઓ દેખરેખ રાખશે

Social Share

અમદાવાદઃ શહેરમાં કોરોનાના દર્દીઓ વધતા જાય છે. ખાનગી અને સરકારી કોવિડ હોસ્પિટલો દર્દીઓથી હાઉસફુલ થઈ ગઈ છે. હોસ્પિટલોમાં હજુ પણ ઓક્સિજનની અછત યથાવત્ છે, ત્યારે મ્યુનિ.એ ઓક્સિજન કન્ટ્રોલ રૂમ શરૂ કર્યો છે. આ સાથે સાથે ઉત્પાદકોની યાદી જાહેર કરી છે. બીજી તરફ ઓક્સિજનની તંગીને પહોંચી વળવા મ્યુનિ. કર્મચારીઓને ઓક્સિજનના સ્ટોક પર નજર રાખવાની કામગીરી સોંપાઈ છે. કર્મચારીઓ શિફ્ટ પ્રમાણે હાજર રહી ઓક્સિજનના કન્ટ્રોલ રૂમના સંપર્કમાં રહી પ્લાન્ટ પર આવતા ઓક્સિજન, ત્યાંથી સપ્લાય થતાં ઓક્સિજનના સ્ટોકની નોંધણી કરી તેની માહિતી ઓક્સિજન કંટ્રોલ રૂમને મોકલશે.

શહેરમાં હાલમાં ખાનગી હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત છે, પરંતુ સારી બાબત એ છે કે, ખાનગી હોસ્પિટલોને જરૂર પડે તાત્કાલિક ઓક્સિજનની વ્યવસ્થા કરી શકે તે માટે કોર્પોરેશને ઓક્સિજન ઉત્પાદકોના નામ અને સરનામા સહિતની માહિતી મોકલી છે. આમ હોસ્પિટલો જરૂર પડે ત્યારે ઉત્પાદકોનો સંપર્ક કરીને ઓક્સિજનની જરૂરી વ્યવસ્થા કરી શકશે. હાલ ઓક્સિજન બોટલના રીફિલિંગમાં વધુ સમય થઈ રહ્યો છે, જેને કારણે ઓક્સિજન લેવા લાઇનો લાગી રહી છે.

દેવસ્ય હોસ્પિટલના તબીબોએ કહ્યું હતું. કે, દર્દીને દાખલ કરી સારવાર શરૂ કરીએ તે દરમિયાન ઓક્સિજનનો જથ્થો ખૂટી જતાં દર્દીના જીવને જોખમની શક્યતા છે. અમારો ટાર્ગેટ 500 ઓક્સિજન સિલિન્ડરની વ્યવસ્થા કરવાનો છે. નિધિ હોસ્પિટલના ડિરેક્ટર ડો. સુનીલ પોપટે કહ્યું કે, હાલમાં પણ અમારે ગાડીઓ દ્વારા ઓક્સિજન લાવવો પડે છે, દર બે કલાકે હોસ્પિટલમાં ઓક્સિજનની બોટલો ખાલી કરીને ફરીથી ઓક્સિજન માટે લાઇનમાં જોડાઈ જાય છે. બીજી તરફ ઓક્સિજનની તંગીને પહોંચી વળવા મ્યુનિ. કર્મચારીઓને ઓક્સિજનના સ્ટોક પર નજર રાખવાની કામગીરી સોંપાઈ છે. કર્મચારીઓ શિફ્ટ પ્રમાણે હાજર રહી ઓક્સિજનના કન્ટ્રોલ રૂમના સંપર્કમાં રહી પ્લાન્ટ પર આવતા ઓક્સિજન, ત્યાંથી સપ્લાય થતાં ઓક્સિજનના સ્ટોકની નોંધણી કરી તેની માહિતી ઓક્સિજન કંટ્રોલ રૂમને મોકલશે.