- ઓક્સિજન ટેન્કરોને ટેક્સમાંથી મૂક્તિ અપાઈ
- ઓક્સિજન ટેન્કરો પાસે ટોલક઼ચેક્સ નહી લેવામાં આવે
દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારી વર્તાઈ રહી છે, વધતા જતા દર્દીઓને લઈને તબીબી સેવાઓની માંગ વધી છે, જેમાં ખાસ કરીને ઓસ્કિજનના પુરવઠાની ખૂબ માંગ જોવા મળી રહી છએ, ત્યારે જુદા જુદા રાજ્યો માંથી અનેક રાજ્યોમાં ઓક્સિજન ટેન્કરો દ્રારા પુરુ પાડવામાં આવી રહ્યું છે, ત્યારે હવે આ કોરોના સલંકટમાં ઓક્સિજન ટેન્કરો માટે રાહતના સચામાચાર સામે આવી રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ શનિવારના રોજ દેશમાં કોી પણ સ્થાને મેડિકલ ઓક્સિજન લઈ જતા ટેન્કરો અને કન્ટેનરો પાસેથી ટોલ ચાર્જ ન વસૂલવાનો આદેશ આપ્યો છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય તરફથી એનએચએઆઈના આ આદેશની જાણકારી આપવામાં આવી હતી.
પરિવહન અને હાઇવે મંત્રાલયે આ બાબતને લઈને કહ્યું કે, દેશભરમાં કોવિડ મહામારીને કારણે તબીબી ઓક્સિજનની હાલની અભૂતપૂર્વ માંગને ધ્યાનમાં રાખીને, તેના કન્ટેનરને એમ્બ્યુલન્સ જેવી કટોકટી વાહનોની શ્રેણીમાં શામેલ કરવામાં આવ્યા છે.
આ વ્યવસ્થા આવનારા બે મહિના અથવા પછીના ઓર્ડર સુધી અમલમાં રહેશે. ટોલ પ્લાઝા પર અગ્રતા વાહનો હેઠળ ઓક્સિજન ટેન્કરોને સૌ પહેલા આગળ મોકલવાની વ્યવસ્થા કરવા એનએચએઆઈએ આ નિર્ણય લીધો છે.