- પીએમ મોદી યોજશે આજે વર્ચ્યૂઅલ રેલી
- વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ
લખનૌઃ- આવનારા થોડા જ સમયમાં દેશના કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે ત્યારે પીએમ મોદીએ આજથી ઉત્તરપ્રદેશ ચૂંટણીની કમાન સંભાળી લીધી છે,વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રથમ વર્ચ્યુઅલ ચૂંટણી રેલી આજ રોજ સોમવારે યોજાશે.
પીએમ મોદી શામલી, મુઝફ્ફરનગર, સહારનપુર, બાગપત અને ગૌતમ બુદ્ધ નગરના 21 વિધાનસભા ક્ષેત્રોના લોકોને વર્ચ્યુઅલ રીતે સંબોધિત કરશે અને પાર્ટીના ઉમેદવારો માટે મત અને સમર્થન માટે પ્રેરિત કરશે.
આ સાથે જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, બીજેપી પ્રદેશ અધ્યક્ષ સ્વતંત્ર દેવ સિંહ, નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્ય બીજેપી રાજ્ય મુખ્યાલયમાં સ્થાપિત વર્ચ્યુઅલ સ્ટુડિયોથી રેલીમાં ભાગ લેશે.
ભાજપના પ્રદેશ મહાસચિવ અને વર્ચ્યુઅલ રેલીના પ્રભારી અનૂપ ગુપ્તાએ આ અંગે આપેલી માહિતી પ્રમાણેકે પાંચ જિલ્લાના 21 વિધાનસભા ક્ષેત્રોમાં 98 સ્થળોએ LED સ્ક્રીન દ્વારા ભાષણનું જીવંત પ્રસારણ બતાવવામાં આવશે
. ચૂંટણી પંચના કોવિડ પ્રોટોકોલ હેઠળ એક જગ્યાએ વધુમાં વધુ પાંચસો લોકો બેસી શકશે. આ રીતે 98 જગ્યાએ 49,000 લોકો PM મોદીનું ભાષણ સાંભળશે. તેમણે કહ્યું કે આ જિલ્લાઓમાં 7 હજાર 878 બૂથ પર, શક્તિ કેન્દ્રના પ્રભારી, બૂથ પ્રમુખ, પન્ના પ્રમુખ, લાભાર્થીઓ અને સામાન્ય લોકો પણ મોદીને ટીવી પર સાંભળશે.આ ઉપરાંત રાજ્યભરના કાર્યકરો અને તમામ લોકો સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ દ્વારા વડાપ્રધાનને સાંભળી શકશે.