પદ્મ પુરસ્કાર 2020- સુષ્મા સ્વરાજ, અરુણ જેટલીને મરોણોપરાંત પુરસ્કાર એનાયત, જાણો કોને-કોને પદ્મ પુરસ્કારથી સમ્માનિત કરાયા
- સુષ્મા સ્વરાજ,અરુણ જેટલીને મરોણોપરાંત પુરસ્કાર એનાયત
- ભિનેત્રી કંગના રનૌતને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત
દિલ્હીઃ- દેશના સર્વોચ્ચ સન્માન ભારત રત્ન બાદ સોમવારે રાષ્ટ્રપતિ ભવન ખાતે દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ભવનના ઐતિહાસિક દરબાર હોલમાં એક ભવ્ય સમારોહમાં પદ્મ એવોર્ડ સમારોહ યોજાયો હતો. આ દરમિયાન સુષ્મા સ્વરાજ અને અરુણ જેટલી જેવા રાજનેતાઓને મરણોત્તર પદ્મ વિભૂષણથી નવાજવામાં આવ્યા હતા.
આજે વર્ષ 2020 માટે વિવિધ ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ કામગીરી કરનાર 141 લોકોને સન્માનિત કરવામાં આવી રહ્યા છે. મંગળવારે એટલે કે આવતીકાલે 2021 માટે 119 લોકોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સુષ્મા સ્વરાજની પુત્રી બાંસુરી સ્વરાજને આ એવોર્ડ એનાયત કર્યો હતો. આ એવોર્ડ સમારોહમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ પણ હાજર રહ્યા હતા.
જૂઓ લીસ્ટ કોને કોને આ એવોર્ડથી નવાઝવામાં આવ્યા
ગાયક સુરેશ વાડકરને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો હતો. સુરેશ વાડકરે કહ્યું કે પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન એવોર્ડ મેળવીને તેઓ ખૂબ ખુશ છે. તેણે કહ્યું કે તે લાંબા સમયથી આ એવોર્ડની રાહ જોઈ રહ્યો હતો.
પદ્મશ્રી એવોર્ડ ભારતની પ્રથમ મહિલા એર માર્શલ આર્ટિસ્ટ પદ્મ બંદોપાધ્યાયને આપવામાં આવ્યો હતો.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અભિનેત્રી કંગના રનૌતને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કર્યા હતા.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે અદનાન સામીનેપણ પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કર્યા.આ સહીત અભિનેત્રી સરિતા જોશીને પદ્મશ્રી એવોર્ડ મળ્યો હતો.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બોક્સિંગ લિજેન્ડ મેરી કોમને પણ પદ્મ વિભૂષણ એવોર્ડ એનાયત કર્યો. ડૉ.હિંમત રામ ભાંભુને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુને પદ્મ ભૂષણથી સન્માનિત કર્યા.
આ સહીત રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે હોકી ખેલાડી રાની રામપાલને પદ્મશ્રી એવોર્ડ 2020થી સન્માનિત કર્યા. શાસ્ત્રીય ગાયક પંડિત ચન્નુલાલ મિશ્રાને પણ પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અરુણ જેટલીને પણ મરણોત્તર પદ્મ વિભૂષણ એનાયત કરવામાં આવ્યા હતા,