Site icon Revoi.in

પદ્મ વિભૂષણથી સમ્માનિત ઈતિહાસકાર અને લેખક બાબાસાહેબ પુરંદરેનું 99 વર્ષની વયે નિધન

Social Share

 

દિલ્હીઃ- ભારતના જાણીતા ઈતિહાસકાર અને લેખક બાબાસાહેબ પુરંદરે આજરોજ સોમવારે સવારે પુણેની દીનાનાથ મંગેશકર મેમોરિયલ હોસ્પિટલમાં 99 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા ગતા.તેમના નિધનને લઈને હોસ્પિટલ પ્રશાસને જણાવ્યું હતુ કે, પુરંદરેને શનિવારે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા,  બાદમાં તેમની હાલત નાજુક થતાં તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. ત્યારથી તેમની તબિયતમાં સુધારો થયો નહતો .

તેમની તબિયતને લઈને કહેવામાં આવ્યું હતું કે બાબા પુરંદરે તેમના ઘરના બાથરૂમમાં પડી ગયા હતા. જે બાદ તેને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમના નિધનના સમાચાર બાદ દેશભરમાં તેમના ચાહકોએ શોક વ્યક્ત કર્યો હતો.

બાબાસાહેબ પુરંદરે લોકપ્રિય ઇતિહાસકાર-લેખક હોવા ઉપરાંત થિયેટર આર્ટિસ્ટ પણ રહી ચૂક્યા હતા. તેઓ છત્રપતિ શિવાજી મહારાજ પર તેમની કુશળતા માટે જાણીતા છે. બાબા પુરંદરેએ શિવાજીના જીવનથી લઈને તેમના વહીવટ અને તેમના સમયગાળાના કિલ્લાઓ પર ઘણા પુસ્તકો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે છત્રપતિ- જટા રાજાના જીવન અને નેતૃત્વ શૈલી પર એક લોકપ્રિય નાટક જાનતા-રાજાનું નિર્દેશન પણ કર્યું હતું