Site icon Revoi.in

યુપીમાં દર્દનાક અકસ્માત :હાથરસમાં ડમ્પરે કાંવડીયોને કચડી નાખ્યા, 5ના ઘટનાસ્થળે જ મોત,બે ઘાયલ  

Social Share

લખનઉ:ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં એક અનિયંત્રિત ડમ્પરે કાંવડીયોને કચડી નાખ્યા. આ અકસ્માતમાં 5 કાંવડીયાઓના મોત થયા હતા અને બે ગંભીર રીતે ઘાયલ થયા હતા.ઘાયલોને સારવાર માટે આગ્રા રિફર કરવામાં આવ્યા છે. કાંવડીયાઓના મોતથી તેમના પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ છે.

આ અકસ્માત હાથરસ જિલ્લાના સાદાબાદ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ હાથરસ-આગ્રા રોડના બઢાર ઈન્ટરસેક્શન પર થયો હતો.જ્યાં શનિવારે રાત્રે 2.30 વાગ્યાના સુમારે એક બેકાબુ ઝડપે આવતા ડમ્પરે કાંવડીયાઓના ટોળાને કચડી નાખ્યું હતું.આ અકસ્માતમાં 5 કાંવડીયાઓનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું અને બે ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને નજીકના ડૉક્ટર પાસેથી પ્રાથમિક સારવાર આપ્યા બાદ આગ્રા મેડિકલ કોલેજમાં રિફર કરવામાં આવ્યા હતા.

કાંવડીયાઓના સમૂહમાં સામેલ એક યુવક વિશે જણાવવામાં આવ્યું છે કે તેના સાથીઓ હરિદ્વારથી ગંગાજળ લઈને મધ્યપ્રદેશના ગ્વાલિયર જઈ રહ્યા હતા.અકસ્માત બાદ પોલીસ પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.જેમણે સ્થળ પર રાહત કાર્ય શરૂ કર્યું હતું.

આગરા ઝોનના અધિક પોલીસ મહાનિર્દેશક રાજીવ કૃષ્ણાએ જણાવ્યું કે,અકસ્માતમાં ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.સાથે જ મૃતદેહોના પંચનામાને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.બીજી તરફ અકસ્માત કરનાર ટ્રક અને ચાલકની શોધખોળ શરુ છે. તે જલ્દી પકડાઈ જશે.

હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે.આ મહિનામાં કાંવડ યાત્રાઓ કાઢવામાં આવે છે.ઉત્તર પ્રદેશના તમામ ગંગા ઘાટ પરથી, કાંવડીયાઓ ગંગા નદીમાંથી પવિત્ર ગંગાનું પાણી લે છે અને પોતપોતાના સ્થળોના શિવાલયોમાં જાય છે.મુખ્યમંત્રીએ પોલીસ પ્રશાસનને કાંવડીયાઓની સુરક્ષા વ્યવસ્થાના આદેશો આપ્યા છે.