Site icon Revoi.in

બ્લૂની બદલે વ્હાઇટ ડેનિમની આ રીતે બનાવો જોડી, તમારા ડ્રેસિંગ સેંસથી દરેક લોકો થશે ઇમ્પ્રેસ

Social Share

જીન્સ એક એવું આઉટફિટ છે જેમાં ગર્લ્સ ખૂબ જ કમ્ફર્ટેબલ અનુભવે છે.ફેમિલી ફંક્શન, મિત્રો સાથે ગેટ ટૂ ગેધર અથવા ઓફીસમાં ફોર્મલ લૂક, ડેનિમ જીન્સ દરેક રીતે ફિટ છે. આ જ કારણ છે કે આજકાલ છોકરીઓમાં જીન્સની માંગ સૌથી વધુ છે. પરંતુ બ્લુ ડેનિમ આ દિવસોમાં ખૂબ સામાન્ય થઇ ગયું છે, તેથી હવે નવું એક્સપેરીમેંટ વ્હાઇટ ડેનિમ સાથે કરીને જુઓ. વ્હાઇટ ડેનિમ એટલું કોમન પણ નથી અને દેખાવમાં ખૂબ આકર્ષક લાગે છે. પરંતુ તેને કેરી કરવું ખૂબ સરળ નહોતું. અહીં જાણો તેને પેર કરવાની રીત

વ્હાઇટ ડેનિમની સાથે હળવા રંગના શર્ટ અથવા લાઈટ બ્લૂ ડેનિમ શર્ટ સાથે પેર કરી શકાય છે. આ સિવાય સ્ટ્રાઈપ્સવાળી શર્ટસ પણ ખૂબ શાનદાર લૂક આપે છે.

બોલ્ડ અને સેમી ફોર્મલ લૂક માટે ઓલ વ્હાઇટ પહેરી શકો છો. આ સાથે ડેનિમ જેકેટ અથવા બ્લૂ સ્ટ્રાઇપ નાખો. તેનાથી લૂક સરળતાથી બેલેન્સ થઇ જશે અને ખૂબ જ આકર્ષક દેખાશે.

વ્હાઇટ જીન્સ સાથે પ્રિન્ટેડ ટોપ પેર કરો, જુઓ કેવો ઈમ્પ્રેસિવ લૂક નજરે પડે છે.આ સાથે ડાર્ક બેઝ વાળા શોર્ટ સ્લીવ શર્ટ પહેરી શકો છો. લાઇટ જ્યોમેટ્રિક પ્રિન્ટ અને ફ્લોરલ પ્રિન્ટ સાથે વ્હાઇટ જીન્સની પેર ખૂબ શાનદાર લૂક આપે છે.

અનલાઇન્ડ લિનન બ્લેઝર અને શેબ્રે શર્ટ અને ટ્રેડીશનલ સિલ્ક વાળી ટાઇનું કોમ્બીનેશન વ્હાઇટ જીન્સ સાથે થાય તો તે સારું ફોર્મલ વેયર બંને છે.

આ સિવાય નેવી બ્લુ શર્ટ સાથે વ્હાઇટ જીન્સ પણ પહેરી શકો છો,જે સ્માર્ટ લૂક આપે છે.

જો તમે સ્ટાઇલિશ, સ્માર્ટ અથવા સેમી ફોર્મલ લૂક ઈચ્છો છો, તો પછી વ્હાઇટ જિન્સ પર રાઉન્ડ નેક વાળી ટી-શર્ટ પહેરો અને તેની સાથે બ્લેઝર પણ કેરી કરી લો.