નવી દિલ્લી: પાકિસ્તાનના મહેસૂલ અને નાણામંત્રી દ્વારા અફ્ઘાનિસ્તાનને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. પાકિસ્તાનના નાણામંત્રી શૌકત તરીન દ્વારા કહેવામાં આવ્યું છે કે અફ્ઘાનિસ્તાનના અમેરિકન ડોલરના રિઝર્વને બચાવવા માટે પાકિસ્તાન હવે અફ્ઘાનિસ્તાન સાથે પાકિસ્તાની રૂપિયામાં વેપાર કરશે.
પાકિસ્તાનના નાણામંત્રીએ નાણામંત્રાલયની સેનેટ સ્ટેન્ડિંગ કમિટીને જણાવ્યો હતો. પાકિસ્તાન બિઝનેશ ફોરમના વાઈસ પ્રેસિડેંટ અહમદ જવાદે આ બાબતે કહ્યું કે પાકિસ્તાનથી આયાત કરનાર દેશો માટે આ પગલું મહત્વનું સાબિત થશે. આ પ્રકારના વેપારથી બંન્ને દેશોનું અમેરિકન ફોરેન રિઝર્વની બચત થશે અને પોતાની કરન્સી પણ વધારે મજબૂત થશે.
આ બાબતે અહમદ જવાદે તે પણ કહ્યું કે પાકિસ્તાનની સરકારે એક કમિટીની સ્થાપના કરવી જોઈએ કે એ દેશોનું લીસ્ટ બનાવે જે દેશો સાથે પાકિસ્તાન પોતાની કરન્સીમાં વેપાર કરી શકે.
પાકિસ્તાનના અર્થશાસ્ત્રીઓ દ્વારા તો તે પણ કહેવામાં આવ્યું છે કે આ પ્રકારના વેપારથી પાકિસ્તાનમાં અમેરિકન ડોલરનું પ્રમાણ અને વપરાશ ઘટશે જે ચીંતાનો વિષય છે પણ તેને સહન કરી શકાય તેમ છે. પણ પાકિસ્તાનના અફ્ઘાનિસ્તાન સાથેના વેપાર સંબંધો જેમાં પાકિસ્તાનના ચલણનો ઉપયોગ થશે, તે પાકિસ્તાન અને અફ્ઘાનિસ્તાન વચ્ચે સંબંધોમાં સુધાર લાવી શકે છે, જે હાલમાં અત્યંત જરૂરી છે.
જો કે વાત કરવામાં આવી તાલિબાનની તો તાલિબાનનું જૂથ પાકિસ્તાનને પોતાનું બીજું ઘર ગણાવી રહ્યું છે. આવા સમયમાં પાકિસ્તાન તરફથી આર્થિક રીતે આ સહકાર તાલિબાનને વધારે મજબૂત બનાવી શકે છે અને લોકલ અફ્ઘાનિસ્તાનના લોકો માટે જોખમ સમાન સાબિત થઈ શકે છે.