પાકિસ્તાનઃ UK પોલીસને અરજી આપી ભારતીય સેના પ્રમુખ અને ગૃહમંત્રી સામે કાર્યવાહીની કરી માંગણી
નવી દિલ્હીઃ દુનિયામાં ભારત વિરોધી પ્રચાર કરવા માટે પાકિસ્તાન કોઈ કચાસ રાખતું નથી. દરમિયાન પાકિસ્તાનની એક સંસ્થાએ યુનાઇટેડ કિંગડમ પોલીસને જમ્મુ અને કાશ્મીરમાં યુદ્ધ અપરાધો માટે ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવણે અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની ધરપકડ કરવાની વિનંતી કરી હોવાનું જાણવા મળે છે.
યુકે સ્થિત કાયદાકીય પેઢી સ્ટોક વ્હાઇટે ભારતીય ચીફ ઓફ આર્મી સ્ટાફ, ગૃહમંત્રી અમિત શાહ અને લશ્કરના વધારે આઠ અધિકારીઓ સામે કાર્યવાહની માંગણી સાથે પુરાવા પણ રજૂ કર્યાં છે. લો ફર્મનો રિપોર્ટ 2020 થી 2021 વચ્ચેના 2000 થી વધુ પુરાવાઓ રજૂ કરાયાં છે. પોલીસને અરજી લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા પાકિસ્તાની ઝિયા મુસ્તફા આપી છે. લશ્કર-એ-તૈયબાના આતંકવાદી ઝિયા મુસ્તફાને સ્વતંત્રતા સેનાની ગણાવતા આ રિપોર્ટમાં કલમ 370 નાબૂદ કરવાની પણ વાત કરવામાં આવી છે.
જિયા નદીમર્ગ હત્યાકાંડનો જીયા મુસ્તફા માસ્ટર માઈન્ડ છે. આ હત્યાકાંડમાં 24 કાશ્મીરી પંડિતોની હત્યા કરાઈ હતી. જીયાની જમ્મુ અને કાશ્મીર પોલીસે 2003માં ધરપકડ કરી હતી જ્યારે તે લશ્કર-એ-તૈયબાનો જિલ્લા કમાન્ડર હતો. 40 પાનાના રિપોર્ટમાં T20 ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત સામે પાકિસ્તાનની જીતને સમર્થન આપવા બદલ કાશ્મીરી વિદ્યાર્થીઓની ધરપકડનો પણ ઉલ્લેખ છે. ભારત ઇઝરાયલી સંરક્ષણ દળો પાસેથી ચાર હેરોન ડ્રોન અને યુએસ પાસેથી MQ-1 પ્રિડેટર હસ્તગત કરે તેવી ચર્ચા છે. એવું કહેવામાં આવ્યું છે કે તેનો ઉપયોગ જમ્મુ અને કાશ્મીરમાં ગુપ્તચર માહિતી, જાસૂસી અને સર્વેલન્સ મિશન માટે કરવામાં આવશે.