Site icon Revoi.in

પાકિસ્તાની સેનાએ ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં છ આતંકવાદીઓને ઠાર માર્યાં

Social Share

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમ પ્રાંત ખૈબર પખ્તુનખ્વામાં લશ્કરી કાર્યવાહીમાં છ આતંકવાદીઓ માર્યા ગયા હતા. પાકિસ્તાન સેનાએ એક નિવેદનમાં આ માહિતી આપી હતી. પાકિસ્તાની સૈન્યની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR)એ જણાવ્યું કે, અફઘાનિસ્તાનની સરહદે દક્ષિણ વઝીરિસ્તાનના કોટ આઝમ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની ગોળીબારમાં ઓછામાં ઓછા છ આતંકવાદીઓ માર્યા ગયા. એટલું જ નહીં અન્ય આતંકવાદીઓને ઠાર મારવા માટે અભિયાન શરૂ કર્યું છે.

ISPR અનુસાર, માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને દારૂગોળો પણ મળી આવ્યો છે. માર્યા ગયેલા આતંકવાદીઓ સુરક્ષા દળો સામે આતંકવાદી ગતિવિધિઓ તેમજ નિર્દોષ નાગરિકોની હત્યામાં સામેલ હતા. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, સેનાએ વિસ્તારને આતંકવાદ મુક્ત બનાવવા માટે આ ઓપરેશન શરૂ કર્યું છે. આ પહેલા, સેનાના જણાવ્યા અનુસાર, પ્રાંતના ઉત્તરી વઝીરિસ્તાનમાં એક સુરક્ષા ચોકી પર આત્મઘાતી હુમલામાં ત્રણ સુરક્ષા કર્મચારીઓ સહિત ચાર લોકો માર્યા ગયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, આતંકવાદને ભારત વિરુદ્ધ પ્રોત્સાહન આપતા પાકિસ્તાનમાં અનેક આતંકવાદી કેમ્પ ધમધમી રહ્યાં છે. ભારતે આ મદ્દાને અનેક મંચ ઉપર ઉઠાવ્યો છે. તેમજ પોતે પણ આતંકવાદથી પીડિત હોવાનો પાકિસ્તાન દેખાડો કરી રહ્યું છે. પરંતુ હવે આતંકવાદીઓ પાકિસ્તાનમાં જ પોતાનમાં અસલી રંગ બચાવી રહ્યાં છે. એટલું જ કેટલાક વિસ્તારમાં આતંકવાદી ઘટનાને અંજામ આપી રહ્યાં છે.