Site icon Revoi.in

પાકિસ્તાનની એક બસમાં બોમ્બ બ્લાસ્ટની ઘટનાઃ ચીનના 9 એન્જિનિયરો સહીત 13 લોકોના મોત,30થી વધુ ઘાયલ

Social Share

 

દિલ્હીઃ- પાકિસ્તાનના ઉત્તરી રાજ્ય ખૈબર પખ્તુખ્વામાં એક બસમાં બોમ્બ વિસ્ફોટની ઘટના બનવા પામી છે, આ વિસ્ફોટ એટલી હદે ભયાનક હતો કે તેમાં સવાર 13 લોકોનાં મોત નીપજ્યાં હતાં. મૃતકોમાં ચીનના 9 નાગરિકોનો પણ સમાવેશ થાય છે.આ 9 નાગરિકો એન્જિનિયરો હતા, જે ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરને લગતા પ્રોજેક્ટ પર કામ કરતા હતા. આ સિવાય એક પાકિસ્તાની સૈનિકનું પણ મોત નીપજ્યું છે.

મીડિયા એહલાવલ પ્રમાણે આજરોજ બુધવારે આતંકવાદીઓએ બસને નિશાન બનાવીને ધડાકો કર્યો હતો. જો કે, હજી સુધી સ્પષ્ટ નથી થયું કે બોમ્બ રસ્તામાં ફીટ કરાયો હતો કે પછી બસમાં બોમ્બ ફિટ કરવામાં આવ્યો હતા, પાકિસ્તાનના એક સરકારી અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે બોમ્બ ધડાકા પછી બસ એક ઊંડા ગખાડામાં જઈને  પડી હતી, જેનાથી મોટૂ નુકસાન થયું હતું.

આ ઘટનામાં પહેલા 8 લોકો માર્યા ગયા હોવાના સમાચાર સામે આવ્યા હતાજો કે બાદમાં અન્ય એક ચીની નાગરિક અને સૈનિકની લાશ મળી આવી હતી,ત્યારે મરનારની સલંખ્યા 10 થી હતી, ત્યાર બાદ અન્ય ત્રણ લોકોના પણ મોત થયા આમ આ વિસ્ફોટમાં 13 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

હાલ ઘટના સ્થળે બચાવ કાર્ય શરુ છે,30 જેટલા લોકો ઘાયલ થવાની માહિતચી મળી છે તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, આ બસમાં 30 જેટલા એન્જિનિયરો સવાર હતા જે કોહિસ્તાન વિસ્તારમાંડાસૂ ડેમ પર જઈ રહ્યા હતા.

આ ડાસુ ડેમ ચીન પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોરનો એક ભાગ છે. ચાઇના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર ચીનના 65 અબજ ડોલરના બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટ હેઠળ બનાવવામાં આવી રહ્યું છે. આ અંતર્ગત ચીને તેના પશ્ચિમી ભાગને પાકિસ્તાનના ગ્વાદર બંદર સાથે જોડવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.