પાકિસ્તાન હવે પોતાની વેક્સિન વાપરી શકે છે, હોમમેડ વેક્સિનને કરી લોન્ચ
- પાકિસ્તાને પોતાના દેશમાં બનેલી કોરોનાવેક્સિન કરી લોન્ચ
- અસરકારકતા પર પાકિસ્તાનનું મૌન
- પાકિસ્તાનના લોકોને મળી શકે છે પોતાના દેશની જ વેક્સિન
દિલ્લી: કોરોના સંકટ દુનિયાના દેશો પર એવી રીતે તોળાઈ રહ્યુ છે કે તેને લઈને તમામ દેશો ચિંતામાં અને મુશ્કેલીમાં આવી ગયા છે. પાકિસ્તાન દ્વારા પણ કોરોનાને રોકવા માટે પોતાના દેશમાં બનાવેલી વેક્સિનને લોંચ કરવામાં આવી છે અને તેનું નામ છે PakVac Covid-19 Vaccine.
મહત્વનું છે કે પાકિસ્તાનની સરકાર કે તેની આરોગ્ય સંસ્થા દ્વારા આ વેક્સિનની અસરકારકતા બાબતે કોઈ જાણકારી આપવામાં આવી નથી. ઈમરાન ખાનના સ્વાસ્થ્ય મામલે વિશેષ સહાયક ડૉ. ફૈસલ સુલ્તાન અને નેશનલ કમાન્ડ એન્ડ ઓપરેશન સેન્ટર પ્રમુખ અસદ ઉમરે સ્વદેશી કોરોના વેક્સિન લોન્ચ કરી હતી. સાથે જ તેમણે ટૂંક સમયમાં જ દેશ કોરોનાની એક મહત્વપૂર્ણ દવાનું ઉત્પાદન શરૂ કરવા સક્ષમ હશે તેવી આશા વ્યક્ત કરી હતી.
આ માટે તેમણે રાષ્ટ્રીય સ્વાસ્થ્ય સંસ્થાને શુભેચ્છા પાઠવી હતી અને આ પગલાથી દેશમાં વેક્સિન સપ્લાયમાં તેજી આવશે તેમ જણાવ્યું હતું. તેમણે પાકિસ્તાનમાં તૈયાર થયેલી વેક્સિન આકરી ટ્રાયલ, ગુણવત્તા, તપાસ અને માનવ પરીક્ષણમાંથી પસાર થઈ હોવાની માહિતી આપી હતી.
મહત્વનું તે પણ છે કે જે રીતે પાકિસ્તાનની હાલ જે રીતે આર્થિક રીતે સંકટનો સામનો કરી રહ્યું છે અને આર્થિક સ્થિતિ પણ મજબૂત ન હોવાના કારણે આગામી સમયમાં વધારે પ્રોબલેમ ઉભી થઈ શકે તેમ છે. પાકિસ્તાનના લોકો દ્વારા પાકિસ્તાનમાં જ બનેલી વેક્સિનને લેવાનો ઈનકાર કરવામાં આવી શકે તેમ છે.