Site icon Revoi.in

પાકિસ્તાને ભારત માટે ત્રણ હવાઈ માર્ગ બંધ કર્યાઃભારતે કહ્યું, ‘અમને કઈજ ફર્ક નહી પડે’

Social Share

11 હવાઈ માર્ગમાંથી 3 બંઘ કર્યા

પુલવામાં હુમલો કર્યા બાદ વ્યાપારમાં કટોકટી

પાકિસ્તાન બોખલાયું, ભારત સાથે સંબંઘો કાપ્યા

ભારતના ઉચ્ચ કમિશનરને ભારત પરત કર્યા

જમ્મુ-કાશમીરના મુદ્દાને લઈને રોષે ભરાયેલા પાકિસ્તાને ભારત માટે પોતાનું હવાઈ ક્ષેત્ર બંધ કર્યું છે. મળતી માહિતી મુજબ 11 હવાઈ માર્ગમાંથી ત્રણ હવી માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. આ દરમિયાન પાકિસ્તાને  તેના હવાઈ માર્ગમાંથી પસાર થતી ફ્લાઇટ્સની ન્યૂનતમ ઊંચાઇમાં પણ વધારો કર્યો છે. આ અંતર્ગત ખાસ કરીને લાહોર ક્ષેત્રમાંથી પસાર થતા વિદેશી વિમાન 46 હજાર ફૂટથી નીચે ઉડાન કરી શકશે નહીં.

પાકિસ્તાના હવાઈ રસ્તાઓ બંધ કરવા પર ભારતે કહ્યું કે  વાતથી કઈજ ફર્ક નહી પડે અને  વાતને લઈને  સિવિલ એવિએશન સિક્યુરિટી બ્યુરોએ દરેક હવાઈ મથકો પર સુરક્ષા વધારી વધારી છે ને સુરક્ષા કડક કરવામાં આવી છે

જમ્મુ-કાશ્મીરમાંથી વિશેષ દરજ્જાના નાબૂદથી ઉત્સાહિત પાકિસ્તાને ભારત સાથે રાજકીય સંબંધોને ઘટાડવાની અને દ્વિપક્ષીય વેપાર સ્થગિત કરવાની જાહેરાત કરી છે. બુધવારે ઇસ્લામાબાદમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક રચાયા બાદ પાકિસ્તાન વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ કહ્યું હતું કે અમે ભારતીય હાઈ કમિશનર અજય બિસારિયાને દેશ છોડવાનો આદેશ આપી દીઘો છે અને હવે  અમારો હાઈકમિશનર દિલ્હી પણ જશે નહીં. પાકિસ્તાનમાં હાલમાં હાઇ કમિશનર નથી. પાકિસ્તાને આ મહિનામાં નવનિયુક્ત હાઈ કમિશનર મોઇન-ઉલ-હકને દિલ્હી મોકલવાનો હતો.

કલમ 370ને હટાવવા અને જમ્મુ-કાશ્મીરના પુનર્ગઠનથી બાખલાયને પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને બુધવારે રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ (એનએસસી) ની બેઠક બોલાવી હતી. વિદેશ, સંરક્ષણ, કાશ્મીર બાબતોના પ્રધાન અને ગૃહ પ્રધાન સહિત આર્મી ચીફ અને આઈએસઆઈ ચીફની હાજરીમાં મળેલી આ બેઠકમાં પાંચ નિર્ણય લેવામાં આવ્યા હતા. બેઠક બાદ બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એનએસસીમાં ભારત સાથેના રાજકીય સંબંધોને ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે જ દ્વિપક્ષીય વેપાર પણ સ્થગિત કરી દેવાયો છે

ભારત સાથે દ્રિપક્ષિય સંબંધ અને સમજોતાની સમીક્ષા થશે, સાથે પાકિસ્તાન આ બાબતને સંયૂક્ત રાષ્ટ્રીય સુરક્ષા પરિષદમાં પમ લઈ જશે, ઈમરાન ખાને ઘાટીમાં માનવ અધિકારના ઉલ્લંધનનો મુદ્દો દુનિયા સામે ઉઠાવવા માટે તેમની દરેક રાજકીય ચેનલોને સક્રીય થવાના આદેશ આપ્યા છે, ત્યારે પાકિસ્તાને આ મુદ્દે આંતરરાષ્ટ્રીય સમુદાયની દખલ માંગી છે, જો કે કોઈ પણ દેશ તરફથી સકારાત્મક પ્રતિસાદ તેઓને મળ્યો નથી.

 આ સમિતિની બેઠકમાં પાકિસ્તાને લીધેલા 5માં નિર્ણયમાં 14 ઓગસ્ટના પોતાના સ્વતંત્ર દિવસે કાશ્મીરીઓ સાથે એકતા બતાવવા અને 15 ઓગસ્ટ ભારતીય સ્વતંત્રતા દિવસની ઉજવળી કાળા દિવસ કરીકે કરવાની માંગ કરી છે ત્યારે છેલ્લા ચાર દિવસમાં આ બીજી બેઠક યોજવામાં આવી છે ત્યારે રવિવારના રોજ ઈમરાનની અધ્યક્ષતામાં  એનએસસીની બેઠક મળી હતી ત્યારે મંગળવારના રોજ ટોચના લશ્કરી જનરલોએ બેઠક યોજી હતી. જેમાં કાનુનની મદદથી આ મુદ્દા સુલજાવાનો પ્રસ્તાવ રજુ કરવામાં આવ્યો હતા

બુધવારના રોજ સાંજે પાકિસ્તાનના સંસદમાં સંયૂક્ત સત્રમાં ભારતની નિંદા કરતા જમ્મુ-કાશમીરના મુદ્દાની ચર્ચા કરતા આંતરાષ્ટ્રી લવામા હુમલા પછી જ ભારતે પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય વેપાર સ્થગિત કર્યા હતા. તે જ સમયે, પાકિસ્તાનની મોસ્ટ ફેવરર્ડ નેશન (એમએફએન) સ્થિતિ નાબૂદ કરવામાં આવી અને આયાત ડ્યુટીમાં 200 ટકાનો વધારો કર્યો. બંને દેશો વચ્ચેનો વેપાર 7 2.7 બિલિયન છે.

ત્યારે  બાબતે બીજેપીના મહામંત્રી રામ માધવે જણાવ્યું હતું કે “જમ્મુ-કાશ્મીરના મુદ્દે પાકિસ્તાનનો આ જવાબ યોગ્ય  નથી. ભારતીય સંસદે આર્ટિકલ 37૦ સંબંધિત નિર્ણય લીધો છે અને આ આંતરિક બાબત છે. કોઈ અન્ય દેશને આ મુદ્દામાં દખલગીરી કરવાનો  કોઈજ અધિકાર નથી”