દિલ્હીઃ પાકિસ્તાનમાં એક મંદિર ઉપર મુસ્લિમ કટ્ટરપંથીઓએ કરેલા હુમલાની ઘટના હજુ ભુલાઈ નથી. ત્યાં હવે બાંગ્લાદેશમાં 50થી વધારે હિન્દુઓના મકાન ઉપર હુમલાની ઘટના સામે આવી છે. એટલું જ નહીં કટ્ટરપંથીઓએ ચાર મંદિરમાં પણ તોડફોડ કરી હતી. તોફાનીઓએ ભગવાનની મૂર્તિઓને ખંડિત કરી હતી. આ પ્રકરણમાં કટ્ટરપંથી સંગઠન હિફાઝત-એ-ઇસ્લામની સંડોવણી હોવાનું મનાઈ રહ્યું છે. આ સંગઠન સીધુ પાકિસ્તાન અને તેની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ સાથે જોડાયેલું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર હિફાઝત-એ-ઈસ્લામ સંગઠન દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાંગ્લાદેશ પ્રવાદ દરમિયાન જોરદાર વિરોધ કર્યો હતો. તેમજ હિંસા ફાટી નીકળી હતી. જેમાં અનેક લોકોના મોત થયાં હતા. જે બાદ બાંગ્લાદેશ સરકારે આ સંગઠનના લોકો સામે કાર્યવાહી કરી હતી. આ સંગઠન વર્ષ 2010માં બાંગ્લાદેશના મદરેસા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ મળીને બનાવ્યું હતું. એટલું જ આ કટ્ટરપંથી સંગઠનને મોટાભાગનું ફંડિગ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી આઈએસઆઈ કરે છે. મીડિયા રિપોર્ટ અનુસાર આ સંગઠનને સૌથી વધારે આર્થિક મદદ સાઉદી અરબના કટ્ટરપંથી શેખો દ્વારા મળતી હોવાનું જાણવા મળે છે. આ સંગઠને વર્ષ 2013માં બાંગ્લાદેશ સરકારને 13 સુત્રીય ચાર્ટર આપ્યું હતું. જેમાં ઈશનિંદા કાનૂન લાગુ કરવાની માંગણી કરવામાં આવી હતી.
વર્ષ 2009માં બાંગ્લાદેશ સરકારે મહિલા વિકાસ પોલીસનો ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. જેનો કટ્ટરપંથીઓએ વિરોધ કર્યો હતો. દરમિયાન 24મી ફેબ્રુઆરી 2010ના રોજ મદરેસા શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ધર્મ આધારિત રાજનીતિ ઉપર પ્રતિબંધ લગાવવાના નિર્ણયના વિરોધમાં બાંગ્લાદેશ સરકારનો વિરોધ કરીને રેલીનું આયોજન કર્યું હતું. આ સંગઠન રેલીના મારફતે શક્તિ પ્રદર્શન કરવા માંગતી હતી. બાંગ્લાદેશમાં મદરેસા શિક્ષાને ખતમ કરીને નવી શિક્ષણ નીતિનો પ્રસ્તાવ ઉપર સરકાર વિચારી રહી હતી. જેનો પણ સંગઠન વિરોધ કરતું હોવાથી પોલીસે રેલીની મંજૂરી આપવાનો ઈન્કાર કર્યો હતો. જેથી કટ્ટરપંથીઓએ રસ્તા ઉપર ઉતરી આવ્યાં હતા. તેમજ તોડફોડ કરીને આગચંપીના બનાવોને અંજામ આપ્યો હતો. આમ આ સંગઠન ચર્ચામાં આવ્યું હતું.
આ સંગઠનની સ્થાપના હતજારી મદરેસાના પૂર્વ ડાયરેક્ટર અહમદ શફી, વર્તમાન અમીર-એ-હિફાઝત ઉલ્લામા જુનૈદ બાબુનગરી અને ઈસ્લામિક પાર્ટી ઈસ્લામી ઓઈક્યાં જોતેના ચેરમેન મુફ્તી ઈજહારુલ ઈસ્લામે મળીને કરી હતી. આ ઉપરાંત પહેલી મહિલા ક્કામી મદરેસાની સંસ્થાપક અને પ્રિન્સપલ અબ્દુલ માલેક હલીમ પણ સંગઠનના સ્થાપક સભ્યો પૈકીના એક છે.