અમદાવાદઃ જિલ્લાના ધંધુકામાં હત્યાના ઘેરા પત્યાધાત પડ્યાં છે. તેમજ પોલીસ દ્વારા સમગ્ર કેસની ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. હત્યાની પ્રાથમિક તપાસમાં પાકિસ્તાનનું કનેકશન સામે આવ્યું છે. જેથી પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ધંધુકાના કિશન ભરવાડની ગોળીમારીને હત્યા કરવામાં આવી હતી. આ પ્રકરણની પોલીસ દ્વારા ઉંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત રાજ્યના ગડહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પીડિત પરિવારની મુલાકાત લઈને ન્યાય અપાવવાની ખાતરી આપી હતી. દરમિયાન આ હત્યામાં તહેરિક-એ-નમુસે-રીસાલત નામનું સંગઠન જવાબદાર હોવાનુ સામે આવ્યું છે. પાકિસ્તાનની રાજકીય પાર્ટી સાથે આ સંગઠનનો સંબંધ હોવાનું મનાઈ રહ્યું છે. તહેરિક-એ-લબ્બેકનો નેતા ખાદીમ રિઝવી કટ્ટરવાદી હતો. ખાદીમ રિઝવી રાજકીય હત્યાઓ કરાવવાનું કામ કરતો હતો. ખાદીમની પાર્ટી ખતરનાક એજન્ડા સાથે કામ કરે છે. તહેરિક-એ-લબ્બેકનો નેતા ખાદીમ રિઝવી કટ્ટટવાદી હતો, અને ખાદીમ રિઝવીનું કામ રાજકીય હત્યાઓ કરાવવાનું છે. ખાદીમની પાર્ટી ખતરનાક એજન્ડા સાથે કામ કરે છે. ભારતમાં હવે બરલવી આતંકવાદનો ઘુસાડવાનું ષડયંત્ર ચલાવવાનું કામ ચાલે છે.
કિશન ભરવાડે સોશિયલ મીડિયામાં લઘુમતી કોમની ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ મુકી હતી. જો કે, બાદમાં બંને જૂથ વચ્ચે સમાધાન થઈ ગયું હતું. દરમિયાન ઘંઘુકામાં ઘર નજીક જ અજાણ્યા શખ્સોએ ગોળીમારીને તેની હત્યા કરી હતી. જેની પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. તેમજ ચાર વ્યક્તિઓની અટકાયત કરીને પૂછપરછ આરંભી છે. પોલીસની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યાં છે.