વૈશ્વિક ભિખારી બનેલા આતંકીસ્તાનની પરમાણુ દોડ, 2025 સુધીમાં બેવડા થઈ જશે પાકિસ્તાનના અણુ શસ્ત્રો
ભારતના પાડોશી દેશ પાકિસ્તાનની સ્થિતિ ભારે આર્થિક સંકટ વચ્ચે વૈશ્વિક આતંકવાદીની સાથે વૈશ્વિક ભીખારીની પણ છે. પરંતુ તેમ છતાં પોતાના પરમાણુ શસ્ત્રોના ભંડારને પાકિસ્તાન સતત વધારી રહ્યું છે. ભારતીય સંરક્ષણ મંત્રાલયના વાર્ષિક રિપોર્ટમાં આના સંદર્ભે જાણકારી આપવામાં આવી છે. રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાન પાસે હાલના સમયગાળામાં 140થી 150 પરમાણુ શસ્ત્રો છે. જ્યારે ભારત પાસે પરમાણુ હથિયારની સંખ્યા 130થી 140 વચ્ચેની છે.
ધ એટોમિક સાઈન્ટિસ્ટના એક રિપોર્ટ પ્રમાણે, પાકિસ્તાન પોતાની યૂરેનિયમ સંવર્ધનની પ્રક્રિયા અને પ્લૂટોનિયમ પ્રોડક્શન દ્વારા 2025 સુધીમાં 220થી 250 પરમાણુ શસ્ત્રો બનાવી લેશે. આ આંકડો હાલના આંકડા કરતા બેગણો વધારે છે. તેની સાથે પાકિસ્તાન ચીન અને ઉત્તર કોરિયાની મદદથી આગામી વર્ષોમાં ન્યૂક્લિયર હથિયારોની સાથે જ પોતાના મિસાઈલના ભંડારમાં પણ વધારો કરવાની યોજના બનાવી રહ્યું છે.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ પ્રમાણે, સંરક્ષણ મંત્રાલયના તાજેતરના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાકિસ્તાનની સેના ભારત વિરોધી આતંકી સંગઠનોને સતત મદદ રી રહી છે. આતંકવાદી સંગઠન સતત ભારતીય સીમાં ઘૂસણખોરીની કોશિશ કરી રહ્યા છે. જો કે આ વર્ષે અત્યાર સુધીમાં જમ્મુ-કાશ્મીરમાં આતંકી ઘૂસણખોરીની ઘટનામાં 43 ટકાનો ઘટાડો થયો છે. તેની પાછળ સંરક્ષણ મંત્રાલયે સુરક્ષાધળોની સીમા પર સાવધાની અને તાજેતરમાં જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠનના ઠેકાણા પર કરવામાં આવેલી ભારતીય વાયુસેનાની એરસ્ટ્રાઈકને ગણવામાં આવે છે.
તો ભવિષ્યના પડકારોનો મજબૂતાઈથી સામનો કરવા માટે ભારતીય નૌસેના પોતાની ક્ષમતામાં સતત વધારો કરી રહી છે. આ કોશિશો હેઠળ સંરક્ષણ મંત્રાલયે તાજેતરમાં 100 હેવીવેટ ટોરપીડો ખરીદવા માટે ટેન્ડર જાહેર કર્યું છે. આ સોદો 2000 કરોડ રૂપિયાનો થશે. આ સોદા પ્રમાણે મળનારા ટોરપીડોથી સ્કોર્પિયો ક્લાસની છ સબમરીનોને સજ્જ કરવામાં આવશે.
હાલ આ સબમરીનોનું નિર્માણ મેક ઈન ઈન્ડિયા કાર્યક્રમ પ્રમાણે મુંબઈના મઝગાંવ ડોકયાર્ડમાં કરવામાં આવી રહ્યું છે. તેમાંની એક સબમરીન ભારતીય નૌસેનાને મળી ચુકી છે અને એક સબમરીન થોડાક સમયમાં મળવાની છે. બાકી સબમરોની ડિલીવરી આગામી ચારથી પાંચ વર્ષોમાં થવાની છે.