પાકિસ્તાનની કોર્ટે પૂર્વ પીએમ ઈમરાન ખાન સામે અપરાઘિક કાર્યવાહી કરવાની ચૂંટણીપંચને મંજૂરી આપી
- ઈમરાનખાન સામે થશે અપરાધિક કાર્યવાહી
- કોર્ટે આ માટે ચૂંટણી પંચને મંજૂરી આપી
દિલ્હીઃ- પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન છેલ્લા ઘણા સમયથી સચર્ચાનો વિષ્ય છે,તેમના પર અનેક આરોપ લાગ્યા છે, ત્યારે હવે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે વિતેલા દિવસને મંગળવારના રોજ દેશના ચૂંટણી પંચને ઈમરાન ખાન અને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના અન્ય નેતાઓ વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી શરૂ કરવાની મંજૂરી આપી છે.
પાકિસ્તાની મીડિયા એહવાલ મુજબ ચીફ જસ્ટિસ ઉમર અતા બંદિયાલ અને જસ્ટિસ આયેશા એ. મલિક અને અતહર મિનાલ્લાહની આગેવાની હેઠળની ત્રણ સભ્યોની બેંચે પાકિસ્તાનના ચૂંટણી પંચ દ્વારા વિવિધ ઉચ્ચ અદાલતોમાં તેની તિરસ્કારની નોટિસને પડકારતી પીટીઆઈ દ્વારા દાખલ કરાયેલા કેસોની અરજી પર સુનાવણી કરી હતી અને કાર્યવાહી કરવા અંગેની પરવાનગી આપી હતી.
આ સાથે જ હાઈકોર્ટે ઈસીપીને પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના વડા ઈમરાન ખાન અને અન્ય પક્ષના સભ્યો સામે શિસ્તભંગના પગલાં લેવા પર રોક લગાવી હતી. કોર્ટે ઇસીપીના વકીલને પીટીઆઈ નેતાઓ સામે આપવામાં આવેલી કારણ બતાવો નોટિસો પર ઉઠાવવામાં આવેલા વાંધાઓનું વિશ્લેષણ કરવા જણાવ્યું હતું.ચૂંટણી પંચના વકીલ સજીલ સ્વાતીએ કોર્ટને જણાવ્યું હતું કે લાહોર હાઈકોર્ટે ઈસીપીને ઈમરાન ખાન, ફવાદ ચૌધરી, અસદ ઉમર અને અન્ય નેતાઓ સામે અનુશાસનાત્મક પગલાં લેવા પર રોક લગાવી હતી. સમાચાર અહેવાલો અનુસાર, ન્યાયમૂર્તિ આયેશા એ મલિકે કહ્યું કે અવમાનનાની કાર્યવાહી પૂરી થયા પછી અનુશાસનાત્મક પગલાં લેવામાં આવી શકે છે