નવી દિલ્હી: પાકિસ્તાનમાં આ દિવસોમાં પાકિસ્તાન સિપર લીગ 2024 (PSL)ની 9મી સીઝન રમાઈ રહી છે. પીસીએલને પાકિસ્તાની લોકો ઘણી વાર વિશ્લની સૌથી મોચી ક્રિકેટ લીગ આઈપીએલ સાથે સરખાવે છે. પણ સચ્ચાઈ એ છે કે આઈપીએલ અને પીએસએલમાં દુનિયાનો તફાવત છે. હવે સામે આવી છે તાજી ખબર તેના પરથી સાબિત થઈ ગયું છે કે પીસીએલ વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગથી ઘણી પાછળ છે. આ દિવસોમાં રમાઈ રહેલ પીસીએલમાં મેચનું લાઈવ સ્ટ્રીમિંગ મેચ વચ્ચે બંધ થઈ ગયું હતું.
PCL 2024માં મુલ્તાન સુલ્તાન અને કરાચી કિંગ્સ વચ્ચે રમાયેલી મેચ વચ્ચે લાઈવ સ્ટ્રીમમાં ભારત સહિત અનેક દેશોમાં લગભગ 15 મિનિટ સુધી સમસ્યા આવી હતી. ભારતમાં આ ટૂર્નામેન્ટનું ટીવી પર બ્રોડકાસ્ટ કરવામાં આવતું નથી પરંતુ કેટલીક એપ્સ મારફતે બતાવવામાં આવે છે. જોકે લાઈવ સ્ટ્રીમમાં ખામીના પગલે ક્રિકેટ પ્રેમીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
TAPMAD પાસે પીએસએલ 2024ના લાઈવ સ્ટ્રીમનો અધિકાર છે. તેણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતુ કે પીએસએલ નવ ના લાઈવ ફીડમાં કેટલીક સમસ્યા આવી રહી તે દુખદ છે. અમે આના માટે પ્રેક્ષકો પાસે દિલગીરી વ્યક્ત કરી રહ્યા છીએ.