Site icon Revoi.in

પાકિસ્તાન ક્રિકેટનું સ્તર કથળ્યું : ક્રિકેટ સ્ટેડિયમમાં શરૂ કરાઈ ખેતી

Social Share

દિલ્હીઃ પાકિસ્તાનમાં ક્રિકેટનું સ્તર છેલ્લા કેટલાક વર્ષોમાં ખુબ નીચે ગયું છે. પાકિસ્તાની ક્રિકેટ ટીમનું પ્રદર્શન છેલ્લા કેટલાક વર્ષોમાં ખરાબ રહ્યું છે. દરમિયાન એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં દર્શાવવામાં આવ્યું છે કે, પાકિસ્તાનના એક ક્રિકેટ સ્ટેડિયમમાં ખેતી કરવામાં આવે છે. મેદાનને ખેતરમાં ફેરવીને અહીં મરચુ અને દૂધીનું વાવેતર કરવામાં આવે છે. પાકિસ્તાનમાં ક્રિકેટ સ્ટેડિયમનો આ વીડિયો સામે આવ્યાં બાદ પાકિસ્તાનના પૂર્વ ખેલાડીઓમાં તંત્રની કામગીરી સામે નારાજગી ફેલાઈ છે.

પાકિસ્તાનની એક ન્યૂઝ ચેનલના રિપોર્ટ અનુસાર પંજાબ પ્રાંતમાં ખાનેવાલ સ્ટેડિયમમાં શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે. આ સ્ટેડિયમમાં સ્થાનિક કક્ષાની મેચ રમાવવાની હતી. સ્થાનિક લેવલે ક્રિકેટને પ્રોત્સાહન મળી રહે તેવા હેતુથી કરોડોના ખર્ચે આ સ્ટેડિયમ તૈયાર કરવામાં આવ્યું હતું. તેમજ હાઈ-ક્લાસ ફેસિલિટી ઉભી કરવામાં આવી હતી. આ સ્ટેડિયમ ખાનેવાલ ડિસ્ટ્રિક એડમિનસ્ટ્રેશન હેઠળ આવે છે.

પાકિસ્તાનના પૂર્વ બોલરે પણ સ્ટેડિયમની હાલત જોઈને દુઃખ વ્યક્ત કરી છે. તેમણે લખ્યું છે કે, આ દેખીને ખુબ જ દુઃખ થાય છે. વર્ષ 2009માં પાકિસ્તાન પ્રવાસમાં શ્રીલંકાની ટીમ ઉપર હુમલો થયો હતો. જે બાદ અહીં કોઈ ઈન્ટરનેશનલ મેચ નથી રમાતી, 11 વર્ષ બાદ એપ્રિલ મહિનામાં ઝિમ્બાબ્બેની ટીમ પાકિસ્તાનના પ્રવાસે આવી હતી. બંને દેશ વચ્ચે 3 ટી-20 અને 2 ટેસ્ટ મેચ રમાઈ હતી. તેમજ આગામી સપ્ટેમ્બરમાં ન્યૂઝીલેન્ડની ટીમ પણ પાકિસ્તાનના પ્રવાસે આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં આતંકવાદી પ્રવૃતિઓ વદી હોવાથી મોટાભાગના દેશના ખેલાડીઓ પાકિસ્તાનમાં ક્રિકેટ રમવા જવાનું ટાળે છે. બીજી તરફ ભારત અને પાકિસ્તાન વચ્ચે સંબંધમાં આવેલી ખટશને કારણે લાંબા સમયથી બંને દેશ વચ્ચે ક્રિકેટ સિરીઝનું આયોજન થયું નથી.