ઈન્ડિયન ક્રિક્રેટર મોહમ્મદ શમીએ અફઘાનિસ્તાન સામે છેલ્લી ઓવરમાં સતત 3 વિકેટ અપાવી હતી અને જીત હાસિંલ કરવામાં મહત્વનો ફાળો આપ્યો હતો. 4 મેચમાં 14 વિકેટ લેનાર શમીને ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શ્રીલંકા સામે પ્લેઈંગ ઈલેવનમાં સીલેક્ટ કર્યો નથી. જેને લઈને અનેક અફવાઓએ જોર પક્યું છે.
ભારતીય ટીમ આઈસીસી વિશ્વકપમાં સેમી ફાઈનલ સુધી પહોંચી ગઈ છે મંગળવારે ભારતનો સામને ન્યૂઝીલેન્ડ સાથે થશે ,ભારતીય ટીમ અતિયાર સુધી માત્ર એકજ વાર પરાજીત થઈ છે અને આ હાર ઈગ્લેન્ડ સામે મળી હતી.જ્યારે ટીમ ઈન્ડિયા વિશ્વકપ જીતશે તેવી આશાઓ સેવાઈ રહી છે.
ભારતીય પ્લેયર અને ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ને ભલે વિશ્વકપમાં વધારે મેચ રમવાની તક ન મળી હોય પરંતું તેણે પોતોના પર્ફોમન્સથી લોકોના દિલ જીતી લીધા છે. શમી આ વિશ્વકપમાં હેટ્રીક લેનારો પ્રથમ બોલર સાબિત થયો છે, શમીએ અફધાનિસ્તાનની સામે છેલ્લી ઓવરમાં સતત 3 વિકેટ પાડીને લોકોનું આકર્ષણ બન્યો હતો. 4 મેચમાં 14 વિકેટ લેનાર શમીનો કેપ્ટન કોહલીએ શ્રીલંકા સામે પ્લેઈંગ ઈલેવન મેચ રમવા માટે સમાવેશ નથી કર્યો જ્યારે આ વાતને લઈને અનેક વાદવિવાદ સર્જાયા છે ત્યારે મોહમ્મદ શમીના બહાર જતા રહેવા પર અનેક લોકોએ સવાલ ઉઠાવ્યો છે ત્યારે પાકિસ્તાનના એક્સપર્ટે આ બનાવના પાછળ ભારતીય જનતા પાર્ટીનો હાથ હોવાનો આરોપ લગાવ્યો છે.તે ઓ કહ્યું કે વિરાટ કોહલીએ નિર્ણય પોતે ન લેતા બીજેપીના દબાવમાં આવીને શમીને દુર કરવાનો નિર્ણય લીધો છે.
પાકિસ્તાની એકસપર્ટે વધુમાં જણાવ્યું હતુ કે શ્રીલંકા સામે શમીને જાણીજોઈને બહાર કાઢીનાખવામાં આવ્યો છે કારણે કે જે ખેલાડી 4 મેચમાં 14 વિકેટ લઈ શક્તો હોઈ અને તેને જ ટિમની બહાર કાઢવામાં આવે તે વાત ગળે ઉતરે તેમ નથી. વધુ એક આરોપ લગાવ્યો છે કે બીજેપી મુસ્લીમ ખોલાડીઓને આગળ લાવવા નથી માંગતી, આમ પાકિસ્તાન એક્સપર્ટે મોદી પર આકરો પ્રહાર કરીને ક્રિક્રેટ જગતને ધાર્મિકમુદ્દાથી જોડીને મોદી સરકાર પર આરોપ લગાવ્યો હતો.