Site icon Revoi.in

પાકિસ્તાન ક્રિકેટર શોએબ મલિક ઉપર મેચ ફિક્સિંગનો આરોપ લાગ્યો, કર્યો લુલો બચાવ

Social Share

નવી દિલ્હીઃ પાકીસ્તાની ક્રિકેટર શોએબ મલિક નવા વિવાદમાં ફસાયેલા જોવા મળી રહ્યોં છે. બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં એક ઓવરમાં ત્રણ નો બોલ ફેક્યા પછી શોએબ મલિક પર ફિક્સિંગનો આરોપ લાગાવવામાં આવી રહ્યો છે. જ્યારે શોએબ મલિક બાંગ્લાદેશ પ્રીમિયર લીગ વચ્ચેથી છોડીને પાછો ફર્યો ત્યારે આ વિવાદ વધુ ચગ્યો છે. જોકે, હવે શોએબ મલિકએ સમગ્ર મામલામાં ખૂલાસો કર્યો છે. શોએબ મલિકનું કહેવું છે, બીપીએલ અડધેથી ચોડી દીધુ છે અને પહેલા આયોજીત શેડ્યૂયલને કારણે દૂબઈ પરત ફર્યો છું. એના પહેલા બીપીએલ ફ્રેન્ચાઈઝી તરફથી મલિકેના મામલા પર નિવેદન જારી કરવામાં આવ્યું હતું.

શોએબ મલિકએ મેચ ફિક્સિંગથી જોડાયેલી વાતો સંપૂર્ણ પણે ફગાવી દીધી છે. સોશિયલ મીડિયા વેબ સાઈટ એક્સ પર મલિકે લખ્યું છે કે, મીડિયાએ મને લઈને ઘણી બધી રીતે ખબરો ચલાવી છે. તે પહેલાથી જ નક્કી હતું કે, હું લીગ છોડીશ, ફ્રેન્ચાઈઝી અને ટીમના કેપ્ટન તમીમ ઈકબાલ જોડે વાત કરી ને જાણકારી આપી હતી. એટલે વચ્ચેથી જ લીગ છોડી દૂબઈ પાછો આવી ગયો હતો.

મલિકે આગળ કહ્યું કે ‘હું મારી ટીમને બાકીની મેચ માટે બેસ્ટ ઓફ લક વીશ કરવા માગું છું, હું હંમેશા ટીમ સાથે ઉભો છું, ટીમને જ્યારે મારી જરૂર પડશે હું ટીમની મદદ કરવા તૈયાર રહીશ. કોઈ પણ પ્રકારની ખોટી વાતો ફેલાવી ના જોઈએ. આ બધી વાતોથી ખોટી અસર પડે છે.’