પાકિસ્તાને 5 જહાજો સહીત 31 ભારતીય માછીમારોની ધરપકડ કરી
- પાકિસ્તાને 31 ભારતીય માછીમારોની કરી ઘરપકડ
- 5 જહાજોને પણ જપ્ત કર્યા
દિલ્હીઃ- પાકિસ્તાને ભારતના 31 જેટલા માછીમારોની અટકાયત કરી હોવાના એહવાલ સામે આવી રહ્યા છે,પ્રાપ્ત માહિતી પ્રમાણે પાકિસ્તાનની દરિયાઈ સીમામા પ્રવેશાલા 31 માછીમારોને અહીની સત્તાવાળાઓ એ પકડી પાડ્યા છે.આ અંગે વિતેલા દિવસને રવિરાવે અધિકારીઓ એ માહિતી આપી હતી.
આ મામલે પાકિસ્તાન મેરિટાઇમ સિક્યુરિટી એજન્સીએ આપેલી જાણકારી પ્રમાણે આ ઘટના શુક્રવારે બનવા પામી છે,શુક્રવારે પાકિસ્તાન એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનમાં પેટ્રોલિંગ દરમિયાન ઘૂસણખોરી કરતા જહાજો તેમણે ઝપ્ત કર્યા હતા.
પીએમએસએએ આ અંગે નિવેદન આપ્યું કે એક જહાજે 31 ક્રૂ સાથે પાંચ ભારતીય માછીમારોની બોટને ઝપ્ત કરી છે.આ સાથે જ પાકિસ્તાની કાયદા અને યુએન કન્વેન્શન ઓન લો ઓફ ધ સી પ્રમાણે હવે આગળની કાર્યવાહી માટે નૌકાઓને કરાચી લઈ જવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન અને ભારત દરિયાઈ સરહદનું ઉલ્લંઘન કરવા બદલ નિયમિતપણે બંને દેશોમાં ઘુસણખોરી કરતા માછીમારોની બન્ને દેશઓ વતી ઘરપકડ કરવાના સમાચાર મળતા રહેતા હોય છે,પાકિસ્તાન અને ભારતના માછીમારો સામાન્ય રીતે એકબીજાની પ્રાદેશિક જળસીમામાં ગેરકાયદેસર રીતે માછીમારી કરવા બદલ ધરપકડ કર્યા પછી જેલ ભેગા કરવામાં આવે છે. ત્યારે પાકિસ્તાન દ્રારા કથિત રીતે 31 ભારતીય માછીમારોને પકડ્યા હોવાના એહવાલ મળી રહ્યા છે.