Site icon Revoi.in

પાકિસ્તાન:ઈસ્લામાબાદમાં અનુભવાયા ભૂકંપના આંચકા,4.1ની તીવ્રતા નોંધાઈ

Social Share

દિલ્હી:પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે.મળતી માહિતી મુજબ, રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.1 માપવામાં આવી છે. અત્યાર સુધી ભૂકંપના કારણે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.

નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, આજે બપોરે લગભગ 1:24 વાગ્યે ઇસ્લામાબાદમાં રિક્ટર સ્કેલ પર 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર ઇસ્લામાબાદથી 37 કિમી પશ્ચિમમાં હતું અને તેની ઊંડાઈ જમીનથી 10 કિમી નીચે હતી.

જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ  થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.