પાકિસ્તાનઃ ચૂંટણી પંચે પૂર્વ પીએમ ઈમરાન ખાનને પાંચ વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા
નવી દિલ્હીઃ પાકિસ્તાન ચૂંટણી પંચે, તોશાખાના કેસમાં દોષિત જાહેર થયા બાદ પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાનને પાંચ વર્ષ માટે ગેરલાયક ઠેરવ્યા છે. ઈસ્લામાબાદની એક નીચલી અદાલતે શનિવારે ઈમરાન ખાનને ત્રણ વર્ષની જેલ અને એક લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ત્યારબાદ ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી હતી. ઈમરાન ખાન પર રાજ્યના વડાઓ પાસેથી મળેલી ભેટો વેચી દેવાનો આરોપ છે અદાલતે તેમને મોંઘી ભેટો વેચી કરોડોનો ભ્રષ્ટાચાર કરવા દોષિત ઠેરવ્યા હતા. આ પહેલા ઈમરાન ખાને નીચલી કોર્ટના નિર્ણય સામે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી હતી. બે સભ્યોની પીઠ આજે ઈમરાનની અરજી પર સુનાવણી કરશે.
સુત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને ઉસ્લામાબાદની કોર્ટે તોશાખાના કેસમાં 3 વર્ષની સજા ફરમાવી છે. કોર્ટના આદેશના ગણતરીના કલાકોમાં હરકતમાં આવેલા પોલીસ તંત્રએ ઈમરાન ખાનના ઘરને ચારેય તરફથી ઘેરી લીધા બાદ તેમની ધરપકડ કરી હતી. એટલું જ નહીં કોઈ ઈમરાન ખાનના સમર્થકો રસ્તા ઉપર ઉતરી ના આવે તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ઈમરાન ખાનને હાલ અટક જેલમાં રાખવામાં આવ્યાં છે. એટલું જ નહીં ઈમરાન ખાન જેલમાં મસ્છર અને કીડીઓથી ત્રાહીમામ પોકારી ઉઠ્યાં છે. આ ઉપરાંત જેલની અંદર ઓપન શૌચાલય હોવાની ઈમરાનના વકીલે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં અરજી કરીને તેમને જેલમાં યોગ્ય સુવિધાઓ પુરી પાડવાની દાદ માંગવામાં આવી હતી. જેલમાં બંદ ઈમરાનખાન બહાર ના આવે તેવી કામગીરી શરીફ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે.