નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં અનેક આતંકવાદી કેમ્યો ધમધમી રહ્યાં છે અને આ આતંકવાદીઓને ભારતના વિરોધ માટે પ્રોત્સાહન આપવામાં આવે છે, પાકિસ્તાન આતંકવાદીઓનું આકા હોવાનું દુનિયાના મોટાભાગના દેશો માની રહ્યાં છે. હવે પાકિસ્તાનમાં આ જ આતંકવાદ માથુ ઉચકી રહ્યો છે અને આતંકી હુમલો કરી રહ્યાં છે. હવે આતંકવાદને લઈને પાકિસ્તાન દુનિયાભરમાં રોદડા રડી રહ્યું છે. દરમિયાન પાકિસ્તાના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારીએ અફઘાનિસ્તાની તાલિબાની સરકારને લઈને નીવેદન કર્યું છે.
જર્મનીમાં મ્યુનિક સુરક્ષા પરિષદને સંબોધતા પીપીપી અધ્યક્ષે કહ્યું કે આ ક્ષેત્રમાં અફઘાનિસ્તાન સંબંધિત સૌથી મહત્વપૂર્ણ મુદ્દો દેશની સુરક્ષા અને આતંકવાદી ખતરો છે. બિલાવલે ખેદ વ્યક્ત કર્યો કે આંતરરાષ્ટ્રીય સમુદાય અથવા અફઘાન સરકાર દ્વારા આ મુદ્દા પર પૂરતી ગંભીરતા દાખવવામાં આવી નથી.
બિલાવર ભુટ્ટોએ જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનની હાલની સરકારને આંતરરાષ્ટ્રીય સમુદાયની મદદથી તેમની સરહદોની અંદર આતંકવાદનો સામનો કરવા માટે પગલાં લેવા હાકલ કરી હતી. તેમણે આગળ વિશ્વના નેતાઓને હાલની અફઘાન સરકાર માટે સ્થાયી સૈન્ય બનાવવામાં મદદ કરવા માટે ક્ષમતા વધારવાનો માર્ગ શોધવા કહ્યું હતું.
તેમણે કહ્યું કે તેમની પાસે ન તો સ્થાયી સૈન્ય છે, ન તો આતંકવાદ વિરોધી દળ અથવા તો યોગ્ય સરહદ સુરક્ષા પણ નથી. તે કિસ્સામાં, જો તેમની પાસે ઇચ્છા હોય તો પણ, તેઓ આતંકવાદી ખતરાનો સામનો કરવાની ક્ષમતા ધરાવતા નથી. પડોશીઓ અને પછી આંતરરાષ્ટ્રીય સમુદાય માટે ખતરો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અઘફાનિસ્તાનમાં તાલિબાનની સરકાર બનતા પાકિસ્તામાં ખુશી મનાવીને ઉજવણી કરવામાં આવી હતી. જો કે, પાકિસ્તાનમાં હવે ટીટીપી આતંકવાદી ઘટનાઓને અંજામ આપી રહ્યું છે.