ભારત સાથેની પૂર્વ સરહદ પર પાકિસ્તાન એરસ્પેસ 14 જૂન સુધી બંધ રહેશે, એવું બુધવારે પાકિસ્તાનના સિવિલ એવિયેશનના એક અધિકારીએ જણાવ્યું છે.
પાકિસ્તાને તેની એરસ્પેસ ફેબ્રુઆરી મહિનામાં બંધ કરી હતી, જ્યારે પાકિસ્તાનના એક મિલિટંટ ગ્રુપે ભારત હેઠળના કાશ્મીરમાં સુસાઇડ અટેક કર્યો હતો, જેના કારણે બંને દેશો વચ્ચે એરિયલ બોમ્બિંગ અને કાશ્મીર મુદ્દે લડાઈ શરૂ થઈ ગઈ હતી.
વિદેશી કેરિયર્સ જે ભારતીય એરસ્પેસનો ઉપયોગ કરતા હતા, તેમને અતિશય મોંઘી ડીટુર્સ (રસ્તો બદલી નાખવો) લેવા મજબૂર થવું પડ્યું હતું કારણકે તે લોકો પાકિસ્તાન ઉપરથી ઉડી શકતા નહોતા. એરસ્પેસ બંધ થવાની અસર મુખ્યત્વે યુરોપથી સાઉથઇસ્ટ એશિયાની ફ્લાઇટ્સને પડે છે.
પાકિસ્તાનની સિવિલ એવિયેશન ઓથોરિટીના પ્રવક્તાએ જણાવ્યું કે એરસ્પેસ 14 જૂન સુધી બંધ રાખવામાં આવશે. જોકે આ સિવાય તેમણે કોઈ વિગતો આપી નથી.
પાકિસ્તાન મુખ્ય એવિયેશન કોરિડોરની બરાબર મધ્યમાં આવેલું છે અને જો તેનું એરસ્પેસ બંધ રહે તો તેની અસર દરરોજ અનેક કોમર્શિયલ અને કાર્ગો ફ્લાઇટ્સ પર પડશે. જેના કારણે પેસેન્જર્સના ફ્લાઇટ ટાઇમમાં અને એરલાઇન્સના ફ્યુએલ ખર્ચમાં વધારો થશે.