- હસનૈની પાકિસ્તાનમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ નહીં રમી શકે
- લાહોરમાં બોલરની બોલીંગ એક્શનની કરાઈ હતી તપાસ
નવી દિલ્હીઃ પાકિસ્તાનના ફાસ્ટ બોલર મહંમદ હસનૈનને હાલની પાકિસ્તાન સુપર લીગ, બેગ બેશ લીકની સાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલીંગ કરવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. બે જાન્યુઆરીએ સીડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં એડિલેડ સ્ટ્રાઈકર્સ અને સિડની સિક્સર્સ વચ્ચેની મેચમાં હસનૈનની બોલીંગની એક્શનને લઈને ફરિયાદ થઈ હતી. જે બાદ લાહોરમાં તેની બોલીંગ એક્શનની તપાસ કરવામાં આવી હતી. જેમાં બોલીંગ એક્શન શંકાસ્પદ લાગતા તમામ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક ક્રિકેટ લીગમાં બોલીંગ ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આગામી તપાસમાં તેની એકશન યોગ્ય લાગશે તો પ્રતિબંધ ઉઠાવવામાં આવશે.
પાકિસ્તાનનો ફાસ્ટ બોલર હસનૈન પાકિસ્તાન સુપર લીગમાં ક્વેટા ગ્લેડિએટર્સ માટે રમી રહ્યો છે. લાહોરમાં આઈસીસીની પ્રયોગશાળામાં તેની બોલીંગ એક્શનની તપાસ કરવામાં આવી હતી. તેમજ તેનું પરિણામ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને મોકલી આપવામાં આવ્યું હતું. જે બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ તજજ્ઞો સાથે તેની સમીક્ષા કરવામાં આવી હતી. ત્યાર બાદ તેની ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જણાવ્યું હતું કે, શંકાસ્પદ બોલીસ એક્શન સાથે જોડાયેલી પ્રક્રિયા અનુસાર 14 દિવસની અંદર બ્રિસ્બેનમાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની આઈસીસી માન્યતા પ્રાપ્ત પ્રયોગશાલામાં હુસનૈનની બોલીંગ એક્શનની તપાસ કરાવાનો નિર્ણય કરાયો હતો. જો કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા તેમને તતા અન્ય ખેલાડીઓને બોલાવી લેવાતા લાહોરમાં પીસીબીની પ્રયોગશાળામાં પરીક્ષણ કરવાનો નિર્ણય લેવાયો હતો. જેનો રિપોર્ટ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને સોંપવામાં આવ્યો છે.