Site icon Revoi.in

પાકિસ્તાનઃ ઈમરાનખાનના અમેરિકા વિરોધી નિવેદનથી વિદેશ મંત્રાલયના અધિકારીઓ નારાજ

Social Share

નવી દિલ્હીઃ પડોશી દેશ પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક દિવસોથી રાજકીય ઘમાસણ ચાલી રહ્યું છે. ઈમરાન સરકાર સામેના અવિશ્વાસના પ્રસ્તાવને ફગાવી દીધા બાદ નેશનલ એસેમ્બલીનું બરખાસ્ત કરવામાં આવી છે. બીજી તરફ ઈમરાનખાન અમેરિકા વિરોધ સતત નિવેદન કરી રહ્યાં છે અને અમેરિકાના ઈરાશે જ પાકિસ્તાનમાં રાજકીય સંકટ ઉભુ થયાનો આક્ષેપ કરી રહ્યાં છે. ઈમરાનખાનના આવા નિવેદનોથી પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના અધિકારીઓમાં નારાજગી ફેલાઈ છે. તેમજ આગામી દિવસોમાં ઈમરાનખાનના નિવેદનોના પગલે દુનિયાના વિવિધ દેશોમાં ફેલાયેલા પાકિસ્તાની રાજદૂતોની મુશ્કેલી વધવાની ભીતી પણ વ્યક્ત કરી છે.

પાકિસ્તાનમાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને ગેરબંધારણીય રીતે બરતરફ કરવા અને નેશનલ એસેમ્બલીના વિસર્જનના મુદ્દે સંઘર્ષ ચાલુ છેસમગ્ર મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. બીજી તરફ ઈમરાન ખાન સતત આરોપ લગાવી રહ્યા છે કે, અવિશ્વાસ પ્રસ્તાવ અમેરિકાના ઈશારે લાવવામાં આવ્યો હતો. તે વિપક્ષને પણ દેશ વિરોધી ગણાવી રહ્યો છે. વિદેશ મંત્રાલય ઈમરાન અને તેમના મંત્રીઓના નિવેદનબાજીથી ભારે નારાજ છે. એક રિપોર્ટ અનુસાર, વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓએ અમેરિકાનું નામ આગળ કરવા મુદ્દે નારાજગી વ્યક્ત કરી છે. અધિકારીઓના મતે, સરકાર અને નેતાઓ બદલાતા રહે છે, પરંતુ આ સરકારે જે કર્યું છે, પાકિસ્તાનને તેની અસર ખૂબ જ લાંબા સમય સુધી ભોગવવી પડી શકે છે.

રિપોર્ટ અનુસાર, વિદેશ મંત્રાલયના અધિકારીઓએ નામ ન આપવાની શરતે કહ્યું કે, હવે અમારા રાજદૂત પણ વિદેશ મંત્રાલયને ખુલીને બધું નહીં કહે. તેમના મનમાં એવો ડર છે કે તેમના કોઈપણ પત્રો સ્પષ્ટપણે ગુપ્ત હોવા છતાં ગમે ત્યારે પબ્લિક ડોમેનમાં લાવી શકાય છે. આનાથી અમેરિકા અને યુરોપ સાથેના સંબંધો પર ભારે અસર પડશે. આપણે એ ન ભૂલવું જોઈએ કે આપણા રાજદ્વારીઓ વિશ્વમાં આપણી આંખ અને કાન છે.