Site icon Revoi.in

ભારતને રાફેલ મળતા પાકિસ્તાનને લાગ્યો ઝટકો-પાક.વિદેશ મંત્રાલયની પ્રવક્તાએ રાફેલ બાબતે કહ્યું કંઈક આવું

Social Share

ફ્રાંસથી ભારતમાં રાફેલ લડાકૂ વિમાનને લાવ્યા બાદ ભારતીય વાયુ સેનાની તાકાતમાં ઓર વધારો થયો છે,તો બીજી તફ દુશ્મન દેશ પાકિસ્તાન આ વાતને લઈને બોખલાયું છે,ભારતની તાકાતના અંદાજાથી પાકિસ્તાન અને ચીન હવે ડરી ગયું છે આ બાબતને લઈને પહેલા ચીન એ રાફેલ વિમાનને પોતાના જે-20 વિમાનોની સરખામણીમાં ઓછી તાકાતવર ગણાવ્યું હતું ત્યારે હવે બોખલાયેલા પાકિસ્તાને પણ રાફેલને પરમાણું હથિયારીની રેસનો કરાર આપ્યો છે  અને જાણે પોતોનો જ ડર જાહેર કર્યો છે.

પાકિસ્તાન વિદેશ મંત્રાલયની પ્રવક્તા આઈશા ફારુકીએ ભારતને રાફેલ ફાઈટર જેટ મળવા પર પોતાની પ્રતિક્રિયા આપી છે, સાપ્તાહિક મીડિયા બ્રિફીંગમાં ફારુકીએ જણાવ્યું હતું કે,”ભારતીય વાયુ સેનાને હાલમાં જે વિમાન મળ્યા છે તેના સાથે સંકળાયેલ તેમણે કોઈ એહવાલ જોયો છે,તેમણે કહ્યું કે,ભારતના પૂર્વ અધિકારીઓ અને કેટલાક આતંરરાષ્ટ્રીય મેગેઝિનના જણાવ્યા મુજબ રાફેલ વિમાન બેગણી ક્ષમતા ધરાવે છે અને તેનો ઉપયોગ પરમાણું હથિયારો માટે પણ કરવામાં આવશે”

તેમણે પોતાની વાતમાં આગળ કહ્યું કે,ભારત હવે સતત પોતાના પરમાણું હથિયારોના જથ્થાને વધારી રહ્યું છે,અને તે સાથે જ તેને અતિઆધુનિક બનાવી રહ્યું છે,પાકિસ્તાનની આ વિદેશ મંત્રાલયની પ્રવક્તાએ એમ પણ કહ્યું કે,ભારત હિન્દમહાસાગરને પરમાણું હથિયાર બનાવી રહ્યો છે,અને મિસાઈલ સિસ્ટમનના માધ્યમથી હથિયારોની તૈનાતમાં વધારો કરી રહ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે,”ભારત પોતાની જરુરી સુરક્ષા આવશ્યક્તા સિવાય એશિયામાં પોતાની સેનાની તાકાતને સતત વધારવાના પ્રયત્નોમાં લાગ્યું છે,તે સાથે જ પશ્વિમના દેશો પોતાના સાંકડા વેપાર માટે આ શસ્ત્રો અને તકનીકની સપ્લાય કરવામાં ભારત દેશની મદદ કરી રહ્યા છે”

ઉલ્લ્ખનીય છે કે,ભારતીય વાયુ સેનામાં પાંચ રાફેલનો સમાવેશ થયા બાદ રક્ષા મંત્રી રાજનાથ સિંહએ કહ્યું હતું કે,ભારતીય સેના માટે આ નવા યુગની શરુઆત થી ચૂકી છે,ત્યારે ચીનએ રાફેલ પર વળતો પ્રહાર કરતા કહ્યું હતું કે,અમારા જે-2જ સામે રાફેલ નહી ટકી શકે.

સાહીન-