- ચંદ્રયાન-3 લેન્ડિંગના બે દિવસ બાદ પાકિસ્તાન સરકારે કરી પ્રશંસા
- કહ્યું- ઈસરોના વૈજ્ઞાનિકો વખાણના હકદાર
દિલ્હી: ભારતે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડીંગ કરીને ઇતિહાસ રચ્યો છે. આ કારણે આખું વિશ્વ ભારતની કથા વાંચી રહ્યું છે. પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરી બાદ હવે પાકિસ્તાન સરકારે પણ ભારતના વખાણ કર્યા છે. પાકિસ્તાની સરકારે કહ્યું કે ઇસરોના વૈજ્ઞાનિકો પ્રશંસાને પાત્ર છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે ચંદ્ર પર સફળ લેન્ડિંગ માટે ભારતની પ્રશંસા કરી હતી. બે દિવસ બાદ વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે આ એક મોટી વૈજ્ઞાનિક ઉપલબ્ધિ છે. ઇસરોના વૈજ્ઞાનિકો આ માટે પ્રશંસાને પાત્ર છે. લેન્ડીંગ બાદ પાકિસ્તાનના પૂર્વ મંત્રી ફવાદ ચૌધરીએ પણ ટ્વીટ કરીને ભારતને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ચંદ્રયાન-3નું ચંદ્ર પર લેન્ડિંગ ઈસરો માટે ઘણી મોટી ક્ષણ છે. હું જોઈ શકું છું કે ઇસરોના વડા એસ સોમનાથ અને તમામ યુવા વૈજ્ઞાનિકો આ ક્ષણની ઉજવણી કરી રહ્યા છે. ફક્ત યુવા સ્વપ્ન જોતી પેઢી જ વિશ્વને બદલી શકે છે. ભારતની જનતાને આ મહાન સિદ્ધિ બદલ અભિનંદન. લેન્ડિંગ પહેલા તેમણે કહ્યું હતું કે, બધાની નજર ચંદ્રયાન-3 પર છે.
ભારત ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે અંતરિક્ષ યાનને ઉતારનાર દુનિયાનો પહેલો દેશ બની ગયો છે. તે વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતા દેશ અને તેના મહત્વાકાંક્ષી, ઓછા ખર્ચે અવકાશ કાર્યક્રમ માટે ઐતિહાસિક વિજય છે