Site icon Revoi.in

પાકિસ્તાન 24 કરોડની વસતી સામે 4 કરોડ જેટલા ભીખારી

Social Share

• ભીખારીઓની પાકિસ્તાનની જીડીપીમાં 12 ટકા જેટલી ભાગીદારી
• ભીખારીઓ દરરોજ સરેરાશ એક અંદાજ પ્રમાણે 800 રૂપિયા કમાય છે

નવી દિલ્હીઃ પાકિસ્તાન હાલ આર્થિક મુશ્કેલીમાંથી પાસર થઈ રહ્યું છે. પાકિસ્તાનની હાલની સ્થિતિ માટે રાજકીય અસ્થિરતા, ભ્રષ્ટાચાર, યોગ્ય શિક્ષણનો અભાવ અને બેરોજગારી મુખ્ય કારણ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. દરમિયાન સાઉદી અરેબીયાએ ભીખારીઓ મામલે પાકિસ્તાન સામે નારાજગી વ્યક્ત કરતા પાકિસ્તાનના ભીખારીઓનો મુદ્દો સમગ્ર વિશ્વમાં ચર્ચાનો મુદ્દો બન્યો છે. એક અંદાજ અનુસાર પાકિસ્તાનના જીડીપીમાં પાકિસ્તાની ભીખારીઓનો હિસ્સો 12 ટકા જેટલો હોવાનું જાણવા મળે છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનમાં 23 કરોડથી વધુની વસ્તી છે, જ્યારે એક અહેવાલ અનુસાર પાકિસ્તાનમાં 3.80 કરોડ ભીખારીઓ છે. દરમિયાનસાઉદી અરબમાં મોટી સંખ્યામાં પાકિસ્તાની ભીખારીઓ ધાર્મિક કાર્યક્રમના બહાને જાય છે. જ્યારે સાઉદીમાં પકડાતા ભીખારીઓ પૈકી 90 ટકા જેટલા ભીખારીઓ માત્ર પાકિસ્તાનના છે. એટલું જ નહીં સાઉદીમાં જતા પાકિસ્તાનીઓ ભીખ માંગવાની સાથે ગેરકાયદે પ્રવૃતિ આચરતા હોવાથી સાઉદીની જેલો પણ પેક થઈ ગઈ છે.

એક અહેવાલ અનુસાર પાકિસ્તાનમાં એક ભીખારી દરરોજ સરેરાશ રૂ. 800 કમાય છે. દુનિયાભરમાં ફેલાયેલા પાકિસ્તાનીઓ દર રોજ 32 અરબનું દાન મેળવે છે. દર વર્ષે પાકિસ્તાની ભીખારીઓ 117 ટ્રીલીયનની આવક કોઈ પણ પ્રકારના શ્રમ વિના કમાય છે. ડોલરમાં જોઈએ તો આ આંકડો વર્ષનો લગભગ 42 અરબ ડોલર જેટલો થાય છે. પાકિસ્તાનના જીડીપીમાં ભીખારીઓનો હિસ્સો લગભગ 12 ટકા જેટલો છે.
બીજી તરફ પાકિસ્તાન સરકાર છેલ્લા અઢી વર્ષમાં સાઉદી અરબ સહિતના અન્ય દેશોમાંથી 44 હજાર ભીખારીઓને પરત લાવી છે. જ્યારે ભીખારીઓને મોકલવા માટે પાકિસ્તાનમાં મોટી ગેંગ સક્રીય છે.રમઝાન મહિનામાં કરાંચી સીટીમાં મુખ્ય માર્ગો ઉપર ચાર લાખ જેટલા ભીખારીઓ ઉમટી પડ્યાં હતા. જેથી સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું.