દિલ્હીઃ સરહદ ઉપર પાકિસ્તાન દ્વારા અવાર-નવાર સિઝફાયરિંગનું ઉલ્લંઘન કરવામાં આવે છે. જો કે, ભારત પણ પાકિસ્તાનને તેની ભાષામાં જ જવાબ આપી રહ્યું છે. દરમિયાન એક વર્ષના સમયગાળામાં પાકિસ્તાને પાંચ હજારથી વધુ વખત સિઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. જેમાં 46 જેટલા ભારતીય જવાનો શહીદ થયાં છે.
રક્ષા પ્રધાન રાજનાથસિંહે સંસદમાં કહ્યું હતું કે પાકિસ્તાને ગત વર્ષે સૌથી વધુ 5133 વખત ગોળીબાર કરી શસ્ત્ર વિરામનો ભંગ કર્યો હતો. જેનો ભારતીય સૈન્ય દ્વારા પણ આક્રામક રીતે જવાબ આપવામાં આવ્યો હતો. જ્યારે આંકડા મુજબ 2019માં પાક. સૈન્યએ 3233 વખત શસ્ત્ર વિરામનો ભંગ કર્યો હતો. ભારત પાસે આ વર્ષે માર્ચ મહિના સુધીમાં 17 રફાલ વિમાનો હશે, જ્યારે જે ઓર્ડર આપ્યો છે તે મુજબ બધા રફાલ એપ્રીલ 2022 સુધીમાં ભારતને મળી જશે. પાકિસ્તાન અને ચીન સાથે સરહદે તંગદીલી વચ્ચે સોમવારે રાજસ્થાનમાં ભારતીય અને અમેરિકી સૈન્ય વચ્ચે 16મો યુદ્ધાભ્યાસ શરૂ થઇ ગયો છે. જેમાં બન્ને દેશના સૈન્યના અિધકારીઓ પણ સામેલ થયા છે.