પાકિસ્તાનના સૂર બદલાયાઃ પીએમ શહેબાઝ શરીફે કહ્યું, પાકિસ્તાન શબક શીખી ચૂક્યું છેઃ – પીએમ મોદીને પણ કરી આ અપીલ
- શાહબાઝ શરીફએ પીએમ મોદીને કરી અપીલ
- કહ્યું પાકિસ્તાન સબક શીખી ચૂક્યું છે,હવે બેસીને વાત કરીએ
દિલ્હીઃ- પાકિસ્તાનની હાલત હાલ ખૂબ કથળી રહી છે અહીં મોંધવારીનો માર વર્તાઈ રહ્યો છે આર્થિક તંગીના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે , લોટ મેળવવા માટે લોકો ફાફા મારી રહ્યા છે, ડુંગળી બટાકાના ભાવ સાતમાં આસમાને પહોંચી ચૂક્યા છે, ત્યારે હવે આવી સંકંટની સ્થિતિમાં હબાઝ શરીફનું એક નિવેદન સામે આવ્યું છે.જેમાં પાકિસ્તાનના સુર બદલતા જોવા મળ્યા છે.
જાણકારી પ્રમાણે આ નિવેદનમાં પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું કે પાકિસ્તાને તેનો પાઠ શીખી લીધો છે અને હવે તે શાંતિથી જીવવા માંગે છે. અલ અરેબિયાને આપેલા ઈન્ટરવ્યુમાં પાકિસ્તાનના વડાપ્રધાને એમ પણ કહ્યું છે કે તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દરેક સમસ્યા પર ચર્ચા કરવા તૈયાર છે.
આ સહીત શાહબાઝ શરીફે કહ્યું કે હું ભારતીય નેતૃત્વ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરું છું કે આપણે વાટાઘાટોના ટેબલ પર બેસીને દરેક મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કરીએ. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાન સતત ભારત સાથે સંબંધો બગાડતું આવ્યું છે જો કે હવે જ્યારે પોતાના પર આવી પડી છએ ત્યારે પાકિસ્તાનને ભાન પડી રહ્યું છે અને દેશના પ્રધાનમંત્રી સાથએ બેસીને વાત કરવા ઈચ્છે છે.